આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ બીજની તિથિ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે લાભનો અવસર લઈને આવી રહ્યો છે.
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે નાનુ પણ રોકાણ કરવાની તૈયારીનો સમય છે. સકારાત્મક વિચારોની સાથે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પૂરા પરિશ્રમથી પ્રયાસ કરજો. જિદ કરવાના બદલે મામલા ઉકેલવા પર ધ્યાન આપજો.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે કોઈન નજીકની વ્યક્તિ પર શંકા કરવી ભવિષ્યમાં પસ્તાવાનું કારણ બની શકે છે. તેથી ધીરજ રાખો અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેજો. જીવનસાથીની ભાવનાનું સન્માન કરજો.
મિથુન (ક.છ.ઘ.) આજનો દિવસ તમામ માટે કાલ જેવો જ રહી શકે છે. કાર્યસ્થળ પર સોંપવામાં આવેલી જવાબદારી સમય રહેતા પૂરો કરવાનો પ્રયાસ કરજો. મહત્વપૂર્ણ કાર્યોને કાલ પર છોડચા નહી. તમારો સ્વભાવ ઘરની શાંતિ ભંગ કરી શકે છે.
કર્ક (ડ.હ.) આજે લોકો સાથે તાલમેલ વધારજો અને નવા સંપર્ક બનાવજો. ઘરના વડીલો સાથે સમય વીતાવજો. તેમની જરૂરિયાતનું ધ્યાન રાખજો.
સિંહ (મ.ટ.) આજના દિવસે ધાર્મિક યાત્રાનો યોગ બનતો જોવા મળી રહ્યો છે. ઘરમાં તમારી વાણી સંયમિત રાખજો. તમારી વાતથી કોઈને ખોટું લાગી શકે છે. પરિવારમાં મનમોટાવ વધવા ન દેતા.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે કોઈપણ કામ સજાગતાથી કરજો. ઘરેલુ ખર્ચ આજે વધી શકે છે. અચાનક જરૂરિયાતના સામાનની ખરીદીથી બજેટ બગડી શકે છે.
તુલા (ર.ત.) આજે તમારી કઠોર મહેનતનું પરિણામ મળી શકે છે. ભવિષ્ય માટે નવું પ્લાનિંગ કરવાનો સમય આવી ગયો છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે તમામ પેંડિંગ કાર્યોને પૂરા કરી લેજો, નહીંતર વર્કલોડ તમારું પ્રદર્શન ખરાબ કરશે. વિદેશી કંપનીમાં નોકરી કરતાં લોકોને પરેશાની ઉઠાવી પડી શકે છે. ખુદને સક્રિય રાખજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે તમામ સાથે સંબંધ મધુર રહેશે. જેનો ફાયદો નજીકના ભવિષ્યમાં મળશે. ખર્ચને લઈ થોડા સતર્ક રહેજો. પરિવારમાં આનંદભર્યો દિવસ પસાર થશે.
મકર (ખ.જ.) આજના દિવસે માનસિક શાંતિ જાળવી રાખવાને પ્રાથમિકતા આપજો. ક્રોધમાં આવીને કોઈને ખરું ખોટું ન બોલતાં. સામાજિક છબી અને પરિવારમાં તમામ સાથે સહયોગાત્મક વલણ અપનાવજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે ધીરજની સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકરન કરીને નિર્ણય લેજો. ફાયનાન્સ સાથે જોડાયેલા કામ કરનારા લોકોને પરેશાની થઈ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજે જ્યારે કોઈ મામલાની સંપૂર્ણ જાણકારી ન હોય તો કોઈનો પક્ષ ન લેતાં. આસપાસના લોકો સાથે વ્યર્થ વાતો પર વિવાદ થઈ શકે છે.
રાશિફળ 13 ફેબ્રુઆરીઃ આજે આ 5 રાશિના જાતકોને ઉઠાવવી પડી શકે છે પરેશાની, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 07:37 AM (IST)
Today Horoscope: આજે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે લાભનો અવસર લઈને આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -