નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાની New Year 2020 ઓફર ખત્મ કરી દીધી છે. કંપનીએ આ ઓફને વર્ષની શરૂઆતમાં રજૂ કરી હતી, જે અંતર્ગત 2199 રૂપિયાના વાર્ષિક પ્લાનને 2020 રૂપિયામાં ઓફર કરવામાં આવતી હતી. આ પ્લાનને બંધ કરવાની સાથે જ જિયોએ 2121 રૂપિયાનો નવો લોંગ ટર્મ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ જિયોના આ પ્લાનમાં યૂઝર્સને શું ફાયદો થશે.

336 દિવસની વેલિડિટી સાથે આવનારા આ પ્લાનમાં રોજ 1.5  જીબી ડેટા પ્રમાણે કુલ 504 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે. જ્યારે બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 12 હજાર મિનિટ્સ મળશે. રોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરનારા આ પ્લાનમાં જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.



રિલાયન્સ જિયોએ 329 અને 98 રૂપિયાવાળા પ્લાન્સને ‘એફોર્ડેબલ પ્લાન્સ’ વાળા સેક્શનથી હટાવી દીધા છે. હવે આ પ્લાન્સને કંપનીની એપ અને વેબસાઇટ પર જઈને 'Others' સેક્શનમાં જઈને જોઈ શકાય છે. પ્લાનમાં મળનારા બેનિફિટ્સની વાત કરીએ તો 329 રૂપિયાવાળા રિચાર્જમાં 84 દિવસની વેલિડિટીની સાથે 6 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં જિયો નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ મળે છે. બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ આપવામાં આવે છે. આ પ્લાન 1000 ફ્રી એસએમએસ સાથે આવે છે.

વાત જો 98 રૂપિયાવાળા એન્ટ્રી લેવલ પ્લાનની કરીએ તો તેમાં યૂઝર્સને 300 ફ્રી એસએમેસની સાથે 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. 28 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં જિયો નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં ફ્રી મિનિટ્સ નહીં મળે. આ પ્લાન લેનાર યૂઝર્સે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે અલગથી IUC ટોપ-અપ કરાવવું પડશે.