પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જ્યારે તેણેપોતાના ઘરની બહાર નીકળીને જોયું તો ત્યાં ઉભી રહેલ એક કારમાં આગ લાગી ગઈ હતી અને તેમાં રોવનની પત્ની અને તેના ત્રણેય બાળકો ફસાયેલા હતા. કારની પાસે જ રોવનની લાશ પડી હતી. સ્થાનીક લોકોએ મુશ્કેલથી હૈના અને તેના બાળકોને સળગતી કારમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૈના સહિત ત્રણેય. બાળકો લાયના (6), અલિયા (4) અને ટ્રે (3)નું મોત થઈ ગયું.
રોવન બેક્સ્ટર અને તેની પત્ની હેન્ના તાજેતરમાં જ અલગ રહેતા હતા અને બંનેએ પોતાનો ફિટનેસ કોચિંગ બિઝનેસ પણ બંધ કરી દીધો હતો. હેન્ના પોતાના માતા-પિતાના ઘરે રહેતી હતી. આ ઘટના તેના ઘર નજીક જ બની હતી. હેન્ના પોતાના બાળકોને સ્કૂલ છોડવા માટે જઈ રહી હતી. ત્યારે બેક્સ્ટર તેની કાર નજીક આવ્યો હતો અને કારમાં આગ લગાવી દીધી હતી. જોકે, પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ ખરૂ કારણ સામે આવશે.