Jio 5G: રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આ ઉપરાંત, કંપનીએ એવો પણ સંકેત આપ્યો હતો કે તે 5G સેવા માટે અલગ રિચાર્જ પ્લાન લોન્ચ કરશે. હવે એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયોએ ત્રણ નવા 5G ડેટા બૂસ્ટર પ્લાન લૉન્ચ કર્યા છે.
Jio ના નવા 5G પ્લાન આ છે
ટેલિકોમ ટોકના તાજેતરના અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોએ 3 નવા 5G ડેટા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનની કિંમત 51, 101 અને 151 રૂપિયા છે. યૂઝર્સ આ પ્લાનને તેમના રેગ્યુલર પ્લાનની સાથે રિચાર્જ કરી શકે છે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ 5G ડેટા બૂસ્ટર પ્લાન રૂ. 479 અને રૂ. 1899ના પ્લાનમાં ઉપયોગ કરી શકાતા નથી.
51 રૂપિયાનો 5G ડેટા બૂસ્ટર પ્લાન
રિલાયન્સ જિયોના 51 રૂપિયાના આ નવા પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા અને 3GB 4G ડેટા મળશે. જે યુઝર્સે એક મહિનાની વેલિડિટી સાથે 1.5GB પ્રતિ દિવસનો ડેટા પ્લાન રિચાર્જ કર્યો છે, તેઓ આ 5G ડેટાનો ઉપયોગ કરવા માટે રૂ. 51નો આ પ્લાન રિચાર્જ કરી શકશે. આ પ્લાનની વેલિડિટી પણ એક્ટિવ પ્લાન જેટલી જ હશે.
રૂ 101 5G ડેટા બૂસ્ટર પ્લાન
રિલાયન્સ જિયોના 101 રૂપિયાના આ નવા પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા અને 6GB 4G ડેટા મળશે. જે યુઝર્સે એક મહિનાથી 2 મહિનાની વેલિડિટી સાથે 1.5GB પ્રતિ દિવસ અથવા 1GB પ્રતિ દિવસનો ડેટા પ્લાન રિચાર્જ કર્યો છે, તેઓ આ 5G ડેટાનો ઉપયોગ કરવા માટે રૂ. 101નો આ બૂસ્ટર પ્લાન રિચાર્જ કરી શકશે. આ પ્લાનની વેલિડિટી પણ એક્ટિવ પ્લાન જેટલી જ હશે.
151 રૂપિયાનો 5G ડેટા બૂસ્ટર પ્લાન
રિલાયન્સ જિયોના 151 રૂપિયાના આ નવા પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા અને 9GB 4G ડેટા મળશે. જે યુઝર્સે એક મહિનાથી 2 મહિનાની વેલિડિટી સાથે 1.5GB પ્રતિ દિવસ અથવા 1GB પ્રતિ દિવસનો ડેટા પ્લાન રિચાર્જ કર્યો છે, તેઓ આ 5G ડેટાનો ઉપયોગ કરવા માટે રૂ. 101નો આ બૂસ્ટર પ્લાન રિચાર્જ કરી શકશે. આ પ્લાનની વેલિડિટી પણ એક્ટિવ પ્લાન જેટલી જ હશે.
તમને જણાવી દઈએ કે અમે આ સમાચાર તમારી સમક્ષ ટેલિકોમ ટોકના અહેવાલના આધારે રજૂ કર્યા છે. તેથી, આ સમયે અમે Reliance Jio દ્વારા આ 3 નવા 5G ડેટા બૂસ્ટર પ્લાન લોન્ચ કરવાની પુષ્ટિ કરતા નથી.