એપને પ્લે સ્ટોર પરથી હટાવ્યા બાદ મોટી સંખ્યામાં ભારતીય યૂઝર્સ ભડક્યા છે. ટ્વિટર પર યૂઝર્સ ગૂગલના આ નિર્ણય પર રોષ વ્યક્ત કરી રહ્યાં છે અને આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યાં છે . રિમૂવ ચાઈનઆ એપ્સ થોડા દિવસ પહેલા જ લોન્ચ થઈ હતી.
પ્લે સ્ટોર પરથી એપને હટાવ્યા બાદ યૂઝર્સ ગૂગલ પર સવાલ ઉઠાવી રહ્યાં છે, અને યૂઝર્સ ગૂગલ પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવી રહ્યાં છે.
યૂઝર્સનો આરોપ છે કે પ્લે સ્ટોર પહોલા ટિકટોકની રેટિંગ 1.2 થી 4.4 કરવા માટે 80 લાખ નેગેટિવ રિવ્યૂઝ હટાવી દીધાં અને હવે રિમૂવ ચાઈના એપ્સને હટાવી દેવામાં આવી છે. શું આ પક્ષપાતપૂર્ણ વ્યવહાર નથી.
દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી કથિત ચાઇનીઝ એપ ડિલીટ કરી શકાય છે. જોકે એપને બનાવનારી ‘વન ટચ એપ લેબ્સ’એ તેને શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે બનાવવાની વાત કહી હતી. તેમનું એ પણ કહેવું છે કે, એપ ડેવલપર્સ વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરવાનો ઈરાદો નથી.
ગૂગલે રિમૂવ ચાઇના એપને પોતાના પ્લે સ્ટોરથી હટાવવા વિશે કોઈ જાણકારી આપી નથી. કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો વિકલ્પ શા માટે બંધ કરવામાં આવ્યો છે અને ન તો એ વાતનો ખુલાસો કર્યો છે કે ફરીથી તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ક્યારે થશે.