5G Services: એરટેલ, જિઓ અને વૉડાફોન-આઇડિયા (Vodafone-Idea) પોતાની 5G સર્વિસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે, છેલ્લા કેટલાય દિવસોથી સામે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ટેલિકૉમ કંપનીઓ 5G સર્વિસ શરૂ થયા બાદ ટ્રાફિક વધી શકે છે. જોકે, Airtelના CEO ગોપાલ વિટ્ટલે આ વાતના સંકેત આપ્યા હતા, વળી, એક ઇન્વેસ્ટર રિસર્ચ ફર્મની રિપોર્ટ એવુ કહે છે કે Jio પણ પોતાના 5G પ્લાનના દરો 4G ની સરખામણીમાં 20 ટકા સુધી વધારી શકે છે. જોકે હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જે ટેલિકૉમ યૂઝર્સ માટે ખુશીની ખબર લઇને આવ્યો છે.
વિદેશી બ્રૉક્રેઝ ફર્મ જેફરીજ (Jefferies) અને ET Telecom ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ટેલિકૉમ કંપનીઓ પોતાના 5G ના પ્લાનની કિંમતો 4G ની જેમ જ રાખવા માંગે છે, એટલે કે ટેલિકૉમ કંપનીઓના ARPU (એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર)માં હાલ કોઇ વૃદ્ધિ સંભવ નથી. રિસર્ચ ફર્મ કહે છે કે જ્યારે દક્ષિણ કોરિયા અને ચીનમાં 5G સર્વિસ લૉન્ચ થઇ હતી ત્યારે ટેલિકૉમ કંપનીઓએ પણ 5Gના ટેરિફ આકર્ષક રાખ્યા હતા, જેના કારણે આ બન્ને દેશોમાં 5Gની પેનિટ્રેશન ક્રમશઃ 33 અને 55 ટકા પહોંચ્યો છે.
ચીન અને દક્ષિણ કોરિયાનુ આપ્યુ ઉદાહરણ -
વિદેશી બ્રૉક્રેજ ફર્મ Jefferiesનુ કહેવુ છે કે, ચીની ટેલિકૉમ કંપનીએ જ્યાં પ્રતિ GB ડેટાની કિંમતો રાખી, વળી, દક્ષિણ કોરિયન કંપનીઓએ ડેટાની સાથે અનલિમીટેડ પ્લાન ઓફર કર્યા, જેમાં 5G સર્વિસની જેમ જ યૂઝર્સ આકર્ષિત થઇ શકે. બ્રૉક્રેજ ફર્મે એવી ચેતાવણી પણ આપી છે કે આ બન્ને દેશોમાં જ્યાં એકબાજુ 5G યૂઝર્સની સંખ્યામાં વધારો થયો છે. ટેલિકૉમ કંપનીઓના ARPU (એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર) વધુ ડેટા યૂઝ બાદ પણ નથી વધ્યો. રિસર્ચ ફર્મે ગ્લૉબલ એક્સપીરિયન્સના આધાર પર કહ્યુ કે 5Gના આધાર પર ભારતમાં ARPU નહીં વધે, પરંતુ ટેલિકૉમ કંપનીઓને 4G અને 5G બન્નેના ટેરિફ વધારવા પડશે, જે મુશ્કેલ છે.
5G Service Launch: દેશભરમાં કેટલા વર્ષમાં 5G સર્વિસ થશે ઉપલબ્ધ ? જાણો IT મંત્રીએ શું કહ્યું -
5G Service Launch: દેશમાં બે વર્ષમાં 5G ઉપલબ્ધ થશે તેમ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઈવેન્ટમાં જણાવ્યું. તેમણે કહ્યું ભારતમાં 5G ટેલિકોમ સેવાઓ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને સરકાર 2 વર્ષની અંદર સમગ્ર દેશને આવરી લેવાનું લક્ષ્ય ધરાવે છે. અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે ભારત ઓક્ટોબર સુધીમાં 5G સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
સરકારે ઓગસ્ટમાં ટેલિકોમ સર્વિસ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવણી પત્રો જારી કર્યા હતા. આ પછી સરકારે તેમને 5G સેવાઓના રોલઆઉટ માટે તૈયારી કરવા કહ્યું. આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, ભારત હાઇ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
રિલાયન્સ જિયોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તે આ વર્ષે દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ઘણા મોટા શહેરોમાં હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરશે. આ પછી, તેનું 5G નેટવર્ક ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરના દરેક શહેર, તાલુકા અને નગરોમાં વિસ્તરણ કરવામાં આવશે.
5G શું છે અને તે 3G અને 4G સેવાઓથી કેવી રીતે અલગ છે?
5G એ પાંચમી પેઢીનું મોબાઇલ નેટવર્ક છે જે ખૂબ જ ઊંચી ઝડપે ડેટાના મોટા સેટને ટ્રાન્સમિટ કરે છે. 3G અને 4G ની તુલનામાં, 5G ખૂબ ઓછો સમય લે છે. 5G રોલઆઉટથી માઇનિંગ, વેરહાઉસિંગ, ટેલિમેડિસિન અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં રિમોટ ડેટા મોનિટરિંગમાં વધુ વિકાસ થવાની અપેક્ષા છે.
હરાજીમાં ભાગ લેનારી કંપનીઓ
સ્પેક્ટ્રમની હરાજીમાં ચાર મુખ્ય સહભાગીઓ રિલાયન્સ જિયો, અદાણી ગ્રુપ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા હતા.
હરાજીથી સરકારને કેટલી આવક થઈ?
તાજેતરમાં પૂર્ણ થયેલી હરાજીમાંથી DoTને કુલ રૂ. 1.50 લાખ કરોડની બિડ મળી હતી. હરાજીમાંથી આવક શરૂઆતમાં રૂ. 80,000-90,000 કરોડ હોવાનો અંદાજ હતો. 5G સેવાઓ 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી હોવાની અપેક્ષા છે.