5G Service: ભારતમાં હવે 5G સર્વિસ શરૂ થઇ ચૂકી છે. 5Gએ 5મી જનરેશનનુ મોબાઇલ નેટવર્ક છે. જે ફાસ્ટ મોબાઇલ બ્રૉડબેન્ક નેટવર્ક પર કામ કરે છે, અહીં 1G, 2G, 3G, અને 4G નેટવર્ક બાદ એક નવી વૈશ્વિક ક્રાંતિ આવી છે. આમાં દૂરસંચાર અને ટેકનોલૉજીના ક્ષેત્રમાં એક ક્રાંતિ છે, 5G સર્વિસ વિના કોઇપણ વિઘ્નથી કવરેજ, હાઇ ડેટા દર, લૉ લેટેન્સી અને એક અત્યાધિક વિશ્વસનીય સંચાર પ્રણાલી આપવા પર કામ કરી રહ્યું છે. 5G એક એવા નેટવર્કને તૈયાર કરે છે, જેમાં લગભગ તમામ મશીનો અને ઉપકરણોને એકસાથે જોડી શકાશે. 5G યૂઝર્સને 20જીબી પ્રતિ સેકન્ડની સ્પીડનો એક્સપીરિયન્સ આપે છે, આ લોકો, વ્યવસાયો અને સમાજ માટે અનેક અવસરો પેદા કરી રહ્યું છે. જાણો અહીં 5G નેટવર્કના ફાયદાઓ અને નુકશાન વિશે........... 


5G નેટવર્કના ફાયદા - 
5G networkથી ઇન્ટરનેટની સ્પીડ 20 થી 100 ગણી વધુ ફાસ્ટ (1000mbps तक) થઇ ચૂકી છે. 5G નેટવર્કથી ડેટા અપલૉડ અને ડાઉનલૉડનુ કામ સ્પીડમાં થઇ રહ્યું છે. આમાં કેટલીય સુવિધાઓ ઝડપથી મળવાની શરૂ થવાની છે. 4Gથી જે ફિલ્મ 5-10 મિનીટમાં ડાઉનલૉડ થાય છે, તે 5Gમાં ગણતરીની સેકન્ડોમાં ડાઉનલૉડ થઇ શકે છે. 5Gથી હાઇ ક્વૉલિટી વીડિયોની સાથે સાથે ગેમની પણ મજા કોઇપણ જાતની રુકાવટ સાથે લઇ શકો છો. સામાન્ય રીતે ઘણીબધી એપ્સ ચાલુ હોય કે ગેમ રમતા હોય ત્યારે ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જાય છે, પરંતુ 5G નેટવર્કમાં આ સમસ્યા નહીં રહે. 5G નેટવર્કથી રૉબૉટ, ડ્રૉન અને ઓટોમેટિક વાહનોનું સંચાલન આસાનીથી થઇ શકે છે. 


5G નેટવર્કથી નુકશાન - 
5G ઇન્ટરનેટ યૂઝર્સને જેટલી સગવડ આપશે એટલી અગવડ પણ વધશે. ખાસ કરીને પ્રાઇવસીનો ખતરો ઉભો થશે, ટેકનિકલ યૂનિવર્સિટી ઓફ બર્લિનના રિપોર્ટ અનુસાર, હેકર્સ યૂઝર્સને ડેટા ઝડપથી અને આસાનીથી હેક કરી શકશે. જેનાથી ઓફલાઇન ફ્રૉડમાં વધારો જોવા મળી શકે છે. 5G માટે વધુ બેન્ડવિથની જરૂર પડે છે. જેના કારણે વધારો મોબાઇલ ટાવર લગાવવા પડશે, આનાથી મોટો ખર્ચ થશે. ઓછી વેબલેન્થના કારણે શહેરોમાં વસ્તીનો કવર કરવા માટે ઓછા ટાવરમાં કામ ચાલશે, પરંતુ ગાંમડાઓમાં પુરેપુરી વસ્તીને કવર કરવા માટે ટાવર લગાવવા કંપની માટે મોટો ખર્ચો સાબિત થશે. ગાંમાડાઓમાં ટાવર લગાવવા કંપનીઓ માટે આસાન નહીં રહે.. 5Gના કારણે મોબાઇલના મોટાભાગના પાર્ટ્સ કામ કરશે, જેના કારણે મોબાઇલમાં બેટરીની ખપત વધુ રહેશે. આવામાં આનો સીધી અસર મોબાઇલની બેટરી લાઇફ પર પડશે, અને બેટરી લાઇફ ઘટી જશે.