મુંબઈ: ભારતીય ટેલીકોમ બજારોમાં 5જી નેટવર્ક આવે તે પહેલાં નવી ટેક્નોલોજી એન્ટ્રી કરી રહી છે. આ ટેક્નોલોજી છે વોઈસ ઓવર વાઈ-ફાઈ (VoWiFi) સર્વિસની લેટેસ્ટ ટેક્નોલોજી.
સુત્રો પ્રમાણે, ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ આ સર્વિસની ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ અગાઉ એરટેલે પણ વીઓવાઈ-ફાઈ સર્વિસને તેના ગ્રાહકો માટે લોન્ચ કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ સર્વિસ ભારતના ઘણાં રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહી છે.
સુત્રો પ્રમાણે, રિલાયન્સ જિયો મહારાષ્ટ્રના નાસિકમાં VO Wi-Fi ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહી છે. એક ટ્વિટર યૂઝરે આ સુવિધા સાથે સંકળાયેલ સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં Jio Vo Wi-Fi સુવિધાનું ચિહ્ન જોવા મળી રહ્યું છે.
સૂત્રોનું માનીએ તો, કંપની પહેલા આ ફીચરને પસંદ કરેલા યૂઝર્સ માટે રજૂ કરશે. એરટેલે આ નવી સર્વિસનું નામ એરટેલ વાઈ-ફાઈ કોલિંગ રાખ્યું છે. વાઈ-ફાઈ કોલિંગની એરટેલની વિશેષ સુવિધા એ છે કે, ગ્રાહકો ઈન્ટરનેટ દ્વારા ફોન પર લોકો સાથે મફતમાં વાત કરી શકશે.
Wi-Fi કોલિંગને વોઇસ ઓવર Wi-Fi અથવા VoWiFi પણ કહેવામાં આવે છે. WiFiની મદદથી તમે હોમ Wi-Fi, સાર્વજનિક Wi-Fi અને Wi-Fi હોટસ્પોટની મદદથી પણ કોલ કરી શકો છો.
ઉદાહરણ તરીકે જો તમારા મોબાઈલમાં નેટવર્ક નથી તો તમે કોઈની વાઈ-ફાઈ અથવા હોટસ્પોટથી ફોન પર આરામથી વાત કરી શકો છો. VoWiFiનો સૌથી મોટો ફાયદો રોમિંગમાં છે કારણ કે તમે કોઈપણ Wi-Fi દ્વારા મફતમાં વાત કરી શકો છો.
આ કંપનીએ શરૂ કરી નવી ટેક્નોલોજી, નેટવર્ક વગર પણ તમે કરી શકશો કોલિંગ? જાણો કેવી રીતે
abpasmita.in
Updated at:
17 Dec 2019 11:27 AM (IST)
રિલાયન્સ જિયો મહારાષ્ટ્રના નાસિકમાં VO Wi-Fi ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહી છે. એક ટ્વિટર યૂઝરે આ સુવિધા સાથે સંકળાયેલ સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં Jio Vo Wi-Fi સુવિધાનું ચિહ્ન જોવા મળી રહ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -