નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા યુદ્ધની વચ્ચે અમેરિકા એક પછી એક મોટા પગલા ભરી રહ્યું છે. અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયાને રોકવા માટે સખત અને કડક પગલા ભરી રહ્યું છે. હવે અમેરિકાની મોટી કંપની ગૂગલે રશિયા માટે યુટ્યૂબ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૂગલે રશિયાના આરટી (RT) અને બીજી કેટલીય ટીવી ચેનલો પર યુટ્યૂબથી થનારી કમાણી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ફેસબુકે પણ લગાવી છે આવી જ રોક-
રિપોર્ટ અનુસાર, ગૂગલ તરફથી આ મહત્વનો ફેંસલો શનિવારે લેવામાં આવ્યો. આ અંતર્ગત ગૂગલે રશિયાના સ્વામિત્વવાળી આરટી અને બીજી ચેનલોને યુટ્યૂબ પર તેના વીડિયો વ્યૂ અને તેના પર આવાનારી જાહેરાતોથી થનારી કમાણીને રોકી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ જે રીતનો ફેંસલો મેટાએ પણ પોતાના ફેસબુક પ્લેટફોર્મ માટે લીધો છે. ફેસબુકે રશિયાના કોઇપણ મીડિયા હાઉસના ફેસબુક ઉપયોગ કરતા કમાણી કરવા પર રોક લગાવી દીધી છે.
રશિયા ફેસબુક અને ટ્વીટર પર લગાવી ચૂક્યુ છે પ્રતિબંધ-
ઉલ્લેખનીય છે કે રશિયા એક દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ ક્યાં સધી રહેશે, આને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. રશિયાનુ કહેવુ છે કે આ દેશની સુરક્ષા માટે જરૂરી છે.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર