નવા વર્ષે Samsungએ પોતાના યૂઝર્સને એક ભેટ આપી છે. કંપનીએ પોતાના પોપ્યુલર સ્માર્ટફોન Samsung Galaxy A31ની કિંમત ઘટાડી છે. આ ફોન 21999ની કિંમતની સાથે વિતેલા વર્ષે માર્કેટમાં ઉતાર્યો હતો. ત્યાર બાદ ફોનની કિંમત ઘટાડવામાં આવી હતી. જ્યારે ફરી એક વખત તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે, ત્યાર બાદ આ શાનદાર ફોનની કિંમત માત્ર 17999 રૂપિયા થઈ ગઈ છે.

Samsung Galaxy A31ના સ્પેસિફિકશન્સ

Samsung Galaxy A31માં 6.4 ઇંચની FHD+ Infinity-U s-AMOLED ડિસ્પ્લે મળે છે. ઉપરાંત પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Helo P65 SoC પ્રોસેસર લાગેલ છે. આ ફોન એન્ડ્રોઈડ 10 આધારિત બનેલ યૂઆઈ પર કામ કરે છે. આ ફોન ડ્યૂઅલ સિમ સાથે આવે છે. પાવર માટે ફોનમાં 5000mAhની બનેટરી છે જે 15 વોટનું ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત તેમાં 4જી VoLTE, Wifi, બ્લૂટૂથ, GPS, USB ટાઇપ સી પોર્ટ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.5mm હેડફોન જેક જેવા ફીચર્સ આપ્યા છે.

કેમેરા

ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે જેમાં 48+8+5+5 કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ઉપરાંત તેના ફ્રન્ટમાં 20MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન ફોટો અને વીડિયો માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.