સેમસંગે ભારતમાં Galaxy A સીરિઝના બે સ્માર્ટફોન Galaxy A52 અને Galaxy A72 લોન્ચ કરી દીધા છે. સેમસંગે આ વર્ષે પોતાના  Galaxy A સીરિઝના ફોન્સમાં ફ્લેગશિપ ફીચર લાવવા પર ફોક્સ કર્યું છે. કંપનીએ સ્ક્રીન, કેમેરા અને ગેલેક્સી ઈકોસિસ્ટમમાં અપગ્રેડેશન કર્યું છે. 


Samsung Galaxy A52ની સ્પેસિફિકેશન્સ અને કિંમત 


Samsung Galaxy A52 માં  6.5 ઈંચ સુપર Infinity-O ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસરથી લેસ છે. સાથે તેમાં 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે. 


આ ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં  આવ્યું છે.  પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલ, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ, 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેમસંગનના આ ફોનના 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 26,499 રૂપિયા છે.


Samsung Galaxy A72ની સ્પેસિફિકેશન્સ અને કિંમત 


Galaxy A72માં 6.7 ઈંચની ફુલ  HD+ સુપર એમોલેડ Infinity-O ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.  આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 720G પ્રોસેસરથી લેસ છે. તેમાં 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સુધી ઓપ્શન આપવામાં આવ્યું છે. 


આ સ્માર્ટફોનમાં ક્વોડ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ, 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. જે 25 W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 34,999 રૂપિયા છે.


Galaxy A72ની ટક્કર OnePlus Nord સાથે થશે


Samsung Galaxy A72ની ટક્કર  સ્પર્ધા વનપ્લસ નોર્ડ સાથે થશે. વનપ્લસ નોર્ડમાં કંપનીએ 6.4 ઇંચની ફુલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપી છે. સ્માર્ટફોનમાં કંપનીએ ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન આપ્યું છે. આ સ્માર્ટફોન ક્વોલકોમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 765 પ્રોસેસર સાથે આવે છે. ઉપરાંત નોર્ડમાં એન્ડ્રીનો 620 જીપીયુ આપવામાં આવ્યું છે. તેની 12જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 29,999 છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 4115mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.