રાંચીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલેની પસંદગી થઈ છે. તેઓ ભૈયુજી જોશીનું સ્થાન લેશે, બેંગ્લુરુની ચેનન્નહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્રમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભાની બેઠકના અંતમ દિવસે નવા સરકાર્યવાહની પસંદગી કરાઈ હતી. આ પહેલા તેઓ સહ સરકાર્યવાહ હતા.


66 વર્ષીય દત્તાત્રેય કર્ણાટકના શિમોગા જિલ્લાના રહેવાસી છે.  ભૈયાજી જોશી 2009થી સરકાર્યવાહ છે અને આ ચૂંટણી દર ત્રણ વર્ષ બાદ પ્રતિનિધિ સભામાં આ ચૂંટણી યોજાય છે. સંઘનું દૈનિક કાર્ય સરસંઘચાલક દ્વારા નહીં પરંતુ સરકાર્યવાહ દ્વારા ચલાવવામાં આવે છે.


આ એક માત્ર એવું પદ છે જે માટે સંઘમાં ચૂંટણી થાય છે. તેથી આ પદ સંઘની અંદરના કામકાજ માટે ઘણું મહત્વપૂર્ણ છે. આ માટે પહેલાથી જ દત્તાત્રેય હોસબલેનું નામ પહેલાથી જ ચર્ચામાં હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં ઘણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે.


સંઘમાં પ્રત્યેક ત્રણ વર્ષો ચૂંટણી પ્રક્રિયા દ્વારા જિલ્લા સંઘચાલક, વિભાગ સંઘચાલક, પ્રાંત સંઘચાલકની સાથે સરકાર્યવાહની ચૂંટણી થાય છે. બાદમાં આ લોકો તેમની ટીમની જાહેરાત કરે છે, જે આગામી ત્રણ વર્ષ સુધી કામ કરે છે. જરૂરિયાત મુજબ વચ્ચે કેટલાક પદ પર બદલાવ થતા રહે છે.



Coronavirus New Strain:  કોરોનાના નવા સ્ટ્રેઈનથી તાવ-ખાંસી-માથાના દુખાવાની નહીં પણ આ તકલીફની કરી દર્દીઓએ ફરિયાદ, જાણો ચોંકાવનારી વિગત


તારક મહેતાના આ સ્ટાર કલાકારને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત


Surat: મ્યુનિસિપલ કમિશ્નરનો સપાટો, આરોગ્ય વિભાગના કર્મચારીએ સરખી રીતે માસ્ક ન પહેરતાં ફટકાર્યો દંડ


Gujarat Lockdown Update: રાજ્યમાં લોકડાઉન લગાવાશે કે નહીં ? CM રૂપાણીએ કહી આ મોટી વાત


 અમદાવાદમાં કોને કોને સુપર સ્પ્રેડર ગણીને ફરજિયાત કરાયા ટેસ્ટ ? 


Ahmedabad Lockdown Update: અમદાવાદમાં લોકડાઉન લાદવામાં આવશે? AMCએ શું કરી સ્પષ્ટતા