નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની સેમસંગ આજે ભારતમાં નવો સ્માર્ટફોન Samsung Galaxy M32 લૉન્ચ કરવા જઇ રહી છે. ફોન અમેઝોન પર બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. સેમંસગના આ ફોનમાં દમદાર MediaTek Helio G85 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફોનમાં 6 GB રેમ પણ આપવામાં આવી છે. જાણઓ Galaxy M32માં શું છે ખાસિયતો...... 


આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ- 
Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 90Hz હોઇ શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ One UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ ફોનમાં પરફોર્મન્સ માટે MediaTek Helio G85 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. 


કેમેરા- 
Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે. સાથે જ ફોનમાં ડેપ્થ સેન્સર, અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ ઉપરાંત મેક્રો લેન્સ મળશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 


પાવર અને કનેક્ટિવિટી- 
પાવર માટે Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે. કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ મળી શકે છે. આ ફોન બ્લૂ અને બ્લેક બે કલર વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે.