ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે થોડા સમય પહેલા જ એવા અહેવાલો વહેતા થયા હતા કે, રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવામાં આવશે. જોકે, આજે ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. 


આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મંત્રી મંડળની વાત માત્ર હવા છે. મંત્રીમંડળની વિસ્તરણની કોઈ વાત નથી. કોઈ બાર્ડ નિગમની વાત નથી. 

આજથી ગુજરાતમાં શરૂ થશે વેક્સિનેશન મહાઅભિયાન, રસી માટે હવે રજિસ્ટ્રેશન ફરજિયાત નહીં


કોરોના વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આજથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે વેક્સિનેશન માટે બધા સજાગ થાય અને દરેક વ્યક્તિ વેક્સિન લે એટલુ જ નહી વેક્સિનેશન માટે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તે ઉદ્દેશથી વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.


33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકા વિસ્તારના એક હજાર 25 રસીકરણ કેંદ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેકર ઉપસ્થિતિમાં આજથી સવારના નવ વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સેક્ટર આઠના પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં વેક્સિન ઉત્સવમાં ભાગ લેશે.


રસીકરણના મહાઅભિયાનમાં 18થી 44 વર્ષના વયજુથના નાગરિકોને રસી માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહી કરાવવુ પડે. હવે દરેક વ્યક્તિ વૉક ઈન વેક્સિન લઈ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘર આંગણે આસાનીથી રસી ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં વેક્સિનેશન બુથની સંખ્યા વધારીને પાંચ હજાર કરી દેવામાં આવી છે.


આજથી ગુજરાતમાં 1,025 સ્થળોએ વેક્સિનેશન મહાઅભિયાની શરૂઆત થશે. આ ઉપરાંત ઝડપી રસીકરણ માટે કેન્દ્રો વધારીને 5,000 કરાયા છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે બધા સજાગ થાય અને  દરેક  વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.









મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.


તેમણે જણાવ્યું હતું કે, 21 જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, આસાનીથી વેક્સિન ઉપલબ્ધ થાય એ માટે બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.