નવી દિલ્હીઃ સાઉથ કોરિયન કંપની Samsungના લેટેસ્ટ ફૉલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 3 અને Samsung Galaxy Z Flip 3ને ભારતમાં શાનદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે. કંપનીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવેલા કોઇપણ Galaxy ફ્લેગશિપ માટે અત્યાર સુધી આટલુ વધુ સારુ પ્રી-બુકિંગ મળ્યુ છે. Galaxy Note 20 સીરીઝના મુકાબલામાં ભારતમાં 2.7 ગનો વધુ બુકિંગ મળ્યુ છે. આ બન્ને સ્માર્ટફોન્સ યૂથની વચ્ચે ખુબ પૉપ્યૂલર થઇ રહ્યાં છે. આવો જાણીએ શું છે આમાં ખાસ.......
આટલી છે કિંમત-
Samsung Galaxy Z Fold 3 5G સ્માર્ટફોનના બે વેરિએન્ટમાં અવેલેબલ છે. જેના 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજની કિંમત 1,49,999 રૂપિયા છે. જ્યારે આના 12 GB રેમ અને 512 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 1,57,999 રૂપિયામાં ખરીદી શકો છો. વળી, Samsung Galaxy Z Flip 3 5G સ્માર્ટફોનના 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 84,999 રૂપિયા છે. જ્યારે 256 GB સ્ટૉરેજ વેરિએન્ટને તમે 88,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો.
Samsung Galaxy Z Fold 3ના સ્પેશિફિકેશન્સ-
Samsung Galaxy Z Fold 3 સ્માર્ટફોનની મેઇન સ્ક્રીન 7.55 ની હશે, વળી આની સેકન્ડરી સ્ક્રીન 6.23ની હશે. ફોનમાં 6.7ની ડિસ્પ્લે આપવામાં આવશે. જ્યારે કવર સ્ક્રીન 1.9ની હશે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે. પાવર માટે આમાં 4,400mAhની બેટરી આપવામાં આવી છે, જે 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાતે આવે છે. ફોન Phantom Green, Phantom Silver અને Phantom Black કલર ઓપ્શન્સમાં અવેલેબલ છે.
Samsung Galaxy Z Flip 3ની સ્પેશિફિકેશન્સ-
Samsung Galaxy Z Flip 3 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. પોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સિક્યૉરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે.