Janmashtami 2021 Puja Rule: આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. જેમાં શ્રીકૃષ્ણના બાળગોપાલ રૂપની પૂજા કરવામાં આવે છે. પૂજા આ વિધાનથી કરવાથી અચૂક ફળ મળે છે.
આજે 30 ઓગસ્ટના શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત છે. હિન્દુ પંચાગ મુજબ જન્માષ્ટમી વ્રતનું પર્વ દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે. આજે જન્માષ્ટમીના પર્વે બેહદ દુર્લભ યોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી ખૂબ લાભદાયી મનાય છે.
આ શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા જો આ વિધાનથી ન કરવામાં આવે તો તેને અધૂરી મનાય છે. આ સંયોગમાં વિધિ વિધાનથી પૂજા કરવાથી ત્રણેય જન્મોમાં જાણતા અજાણતા થયેલા પાપકર્મથી મુક્તિ મળે છે. આ સાથે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ પૂજાનું વિધાન
- જન્મષ્ટમીનું વ્રત રાખનાર આજે વહેલી સવારે ઉઠ્યાં બાદ સૂર્યાદય પહેલા સ્નાન ઇત્યાદિ દૈનિક કર્મ પતાવ્યાં બાદ સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરો.
- સૂર્યદય સમયે સૂર્યને નમસ્કાર કરીને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં કરીને બેસો. હાથમાં જળ, પુષ્પ, સુગંધ લઇને ભગવાન શ્રીકૃષ્ણનું વિધિ વિધાનથી પૂજન અર્ચન કરો અને વ્રત શરૂ કરી દેવું.
- વ્રત કોઇ સંકલ્પ સાથે શરૂ કરવું જોઇએ.
- મધ્યાહન સમયે જળમાં કાળા તલ નાખીને ફરી સ્નાન કરો.
- ત્યારબાદ દેવકીજી માટે પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરો. ત્યારબાદ શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપના કરો.
- મૂર્તિ સ્થાપના બાદ ભગવાનની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો.
- ત્યારબાદ બાલ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવો.
- ત્યારબાદ બાલ ગોપાલને શુદ્ધ જળથી સ્નાન કરાવો.
- રાત્રે 12 વાગ્યે લાડૂ ગોપાલની પૂજા અર્ચન કરો અને ત્યારબાદ આરતી કરો. લાબ ગોપાલને પારણે ઝુલાવીને કૃષ્ણજન્મોત્સવને પ્રેમ અને શ્રદ્ધાથી વધાવો