જો પ્રથમ પ્રી બુકિંગમાં ફોન ખરીદવાથી ચૂકી ગયા છો તો તમારે માટે ફરી 28 ફેબ્રુઆરીએ તક છે. કારણ કે 28 ફેબ્રુઆરીએ ફરી ફોનનું પ્રી બુકિંગ થશે. આ ફોન મિરર પર્પલ અને મિરર બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
વાત કરીએ તો ફોનની ખુબીઓની તો ફોનમાં 425 ppi અને 21.9:9 આસ્પેક્ટ રેશિયોની સાથે 6.7 ઇંચની ફુલ એચડી+ ડાઈનેમિક AMOLED ઇનફિનીટી ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં આપવામાં આવેલ નું સેકન્ડરી કવર ડિસ્પ્લે 1.06 ઇંચનું છે. ફોનનું મુખ્ય ડિસ્પ્લે પંચ-હોલ ડિઝાઈનની સાથે આવે છે. તેમાં તમને 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. બહારની બાજુ ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર અને 12 મેગાપિક્સલનો વાઈડ એંગલ પ્રાઈમરે કેમેરા આપવામાં આવ્યો છે.
આ કેમેરો OIS સપોર્ટ અને 8X ડિજિટલ ઝૂમથી સજ્જ છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તે વીડિયો શૂટ અથવા ફોટો ક્લિક કરવા માટે 90 ડિગ્રી સુધી વળી શકે છે. એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર બેસ્ડ OneUIની સાથે આવનાર આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 8 જીબી રેમ ઓપ્શન સાથે આવતા આ ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે.
સાઈઝની વાત કરીએ તો ફોલ્ડ થવા પર ફોન 87.4x73.6x17.33mm અને અનફોલ્ડ થવા પર 167.3x73.6x7.2mmનો થઈ જાય છે. ફોન ખાસ બિલ્ટ ઇન ફ્લેક્સ મોડ UIથી સજ્જ છે જેને કંપનીએ ગૂગલની સાથે મળીને તૈયાર કર્યું છે. ફોનમાં તેને 'Hideaway Hinge' દ્વારા અનેબલ કરી શકાય છે. તેની મદદથી યૂઝર ફોનને અલગ અલગ એંગલ પર ખોલી શકે છે. કંપનીનો દાવો છે કે ફોન 2 લાખ વાર આરામથી ખોલી અને બંધ કરી શકાય છે.