નવી દિલ્હીઃ મહાન બેટ્સમેનોમાં જેની ગણતરી થાય છે તેવા ઓસ્ટ્રેલિયાના સરન ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો એક વીડિયો નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ટ આર્કાઈવ ઓફ ઓસ્ટ્રેલિયાએ બહાર પાડ્યો છે. NFSA દ્વારા પોતાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ આ ફુટેજમાં બ્રેડમેન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક કિપ્પૈક્સ અને ડબલ્યૂએ ઓલ્ડફીલ્ડની વચ્ચે 26 ફેબ્રુઆરીએ 1949ના મેચમાં રમી રહ્યા છે.


NFSAએ કહ્યું કે, 16 એમએમા આ ફુટેજને જ્યોર્જ હોબ્સ દ્વારા શૂટ કરવામાં આવ્યું હોય એવું કહેવાય છે જેને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એસીબી સૂચના વિભા માટે કેમેરાપર્સન તરીકે કામ કર્યું હતું અને બાદમાં એબીસી ટીવી પર રહ્યા હતા. 66 સેકન્ડના વીડિયોમાં અવાજ નથી, પરંતુ એસજીજી પર 41,000 દર્શકોને જોઈ શકાય છે.


ડોન બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની એવરેજથી 6996 રન બનાવ્યા હતા. તેમના રેકોર્ડને તોડવો અશક્ય લાગે છે. તેમણે કરિયરમાં 52 ટેસ્ટ મેચ રમી અને 80 ઈનિંગમાં 29 સદી અને 13 અડધી સદી ફટકારી હતી. તેમણે 234 ફર્સ્ટ ક્લાક મેચ રમી અને 28067 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં તેમની એવરેજ 95.14ની રહી હતી. પોતાના કરિયરની અંતિમ ઇનિંગમાં ડોન બ્રેડમેનને ટેસ્ટ ક્રિકેટમાં 100 રનની એવરેજ માટે માત્ર ચાર રનની જરૂર હતી, પરંતુ તેણે શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા.

ડોન બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં 12 બેવડી સદી ફટકારી હતી. તેમના આ રેકોર્ડને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. શ્રીલંકાના પૂર્વ ધુરંધર ક્રિકેટર કુમાર સાંગાકારાએ 11 અને વેસ્ટ ઈન્ડિઝના ધુરંધર પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચોમાં 9 બેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ 309 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ લીડ્સ, 1930)નો રેકોર્ડ પણ આજે બ્રેડમેનના નામે નોંધાયેલો છે.

કોઇ એક દેશ વિરૂદ્ધ 5000થી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ સર ડોન બ્રેડમેનના નામે છે. તેણે ઇંગ્લેન્ડ વિરૂદ્દ કુલ 5028 રન બનાવ્યા છે. જ્યારે 1930ની એશેજ સીરીઝ દરમિયાન તેમણે 974 રન બનાવ્યા હતા.