ચાઈનીઝ મોબાઈલ કંપનીઓને ટક્કર આપવા માટે સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Samsung W21 5G ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનન Samsung Galaxy Z Fold 2નું જ વર્ઝન છે. Samsung W21 5Gના ફિચર્સ મોટા ભાગના Galaxy Z Fold 2 જેવા જ છે. જો કે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે જાણો ફોનની કિંમત અને ફિચર્સ વિશે.


Samsung W21 5Gના સ્પેસિફિકેશન

Samsung W21 5G માં 7.6 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. જેની રિફ્રેશ રેટ 120Hz છે. ફોલ્ડ થયા બાદ તમને 6.2 ઈંચની સુપર એમોલેડ ઇનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે મળશે. ફોનમાં ક્વોલકોમનું ઓક્ટાકોર સ્નેપડ્રેગન 865+ પ્રોસેર મળશે. જેની સાથે 12 જીબી રેમ અને 128 જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે. મેમોરી કાર્ડ સ્ટોરેજ વધારવાનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો તેમાં રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જેમાં 12MP+ 12 MP+ 12MP કેમેરા સેટઅપ છે. તે સિવાય ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈજેશન પણ મળશે. સેલ્ફી માટે 10 મેગાપિક્સલનો શાનદાર કેમેરા છે. બેટરી 4500mAh આપવામાં આવી છે. જે 25 વોટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 5G, 4G LTEની કેનેક્ટિવિટી આપવામાં આવી છે.

Samsung W21 5Gની હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યાં 19,999 ચીની યુઆન એટલે કે લગભગ 2.23 લાખ રૂપિયાની કિંમત છે. આ ફોનને માત્ર એક જ વેરિએન્ટમાં 12GB રેમ અને 512 જીબી સ્ટોરેજમાં ખરીદી શકાય છે.