Smartphone Brightness: આજના સમયમાં મોબાઈલ ફોન સામાન્ય માનવીનું અભિન્ન અંગ બની ગયું છે. લોકો મોબાઈલ વિના એક પળ પણ રહી નથી શકતા. સવારે જાગવાથી લઈને રાત્રે સુવા સુધી મોબાઈલ ફોન એ લોકોની સાથે જ હોય છે. જોકે ફોન પણ એનક કામની ગરજ સારે છે. આ એક એવુ ગેઝેટ છે જેના કારણે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જાય છે. મોબાઈલ ફોનને સ્માર્ટ અને મીની કૉમ્પ્યુટર પણ કહી શકાય, પરંતુ તેનો ઉપયોગ પણ ઘણો મહત્વનો છે. 


મોબાઈલ ફોનની લાઈટ એટલે કે બ્રાઈટનેશ કેટલી રાખવી કે કેટલી નહીં તે જાણવુ ખુબ જ જરૂરી છે. કારણ કે તેનાથી તમારી આંખોને પણ નુંકશાન થઈ શકે છે. જો તમે પણ તમારા ફોનની બ્રાઈટનેસ સંપૂર્ણ રાખો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. અહીં તેના ગેરફાયદા વિશે જણાવ્યું છે. 


જ્યારે તમે ફુલ બ્રાઈટનેસ પર સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો ત્યારે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. હકીકતમાં બ્રાઈટનેસ ફુલ રાખવાથી ફોનની બેટરી ઝડપથી ખાઈ જાય છે અને સતત આમ થવાને કારણે બેટરીની લાઈફ પણ પ્રભાવિત થાય છે. ફુલ બ્રાઈટનેસ રાખવાથી પ્રૉસેસર પર વધુ દબાણ આવે છે અને પછી સ્માર્ટફોન હેંગ થવા લાગે છે. બ્રાઈટનેસ સંપૂર્ણ રાખવાથી ફોનમાં પ્રૉસેસર પર દબાણ વધે છે.


તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સ્માર્ટફોનના ડિસ્પ્લેની બ્રાઈટનેસ ફુલ રાખવાને કારણે ડિસ્પ્લેને ગરમ થવાને કારણે નુકસાન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારા ડિસ્પ્લેને ઘણું નુકસાન થાય છે અને પછી તમારે ડિસ્પ્લે બદલવી પડે છે. તેથી બ્રાઈટેન ફુલ ના રાખતા મર્યાદિત રાખી શકાય. 


જ્યારે સ્માર્ટફોનની બ્રાઈટનેસ ફુલ રાખવામાં આવે છે ત્યારે બેટરીનો વપરાશ પણ વધે છે. આ સ્થિતિમાં જો તમે સ્માર્ટફોનમાં કોઈપણ કામ કરી રહ્યા છો તો બેટરી વધુ વપરાશ કરે છે અને થોડા કલાકો સુધી તેનો ઉપયોગ કર્યા બાદ તમારે તમારા સ્માર્ટફોનને ફરીથી ચાર્જ કરવો પડશે.


તમે બેટરી ઓવરહિટીંગ વિશે પણ સાંભળ્યું જ હશે. ખરેખર બ્રાઈટનેસ સંપૂર્ણ રાખવાને કારણે તમારા ફોનમાં પણ આ સમસ્યા જોઈ શકો છો. એટલા માટે બ્રાઈટનેસને મીડીયમ પર સેટ રાખો અને જ્યારે જરૂર હોય ત્યારે જ બ્રાઈટનેસ ફુલ કરો.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial