Samsung Smartphones: સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગના બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે સેમસંગના આ સ્માર્ટફોન પર વિચાર કરી શકો છો. ખરેખર, કંપનીએ Samsung Galaxy A55 5G અને Samsung Galaxy A35 5G સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જો કે, આ ઓફર મર્યાદિત સમયગાળા માટે છે.
મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Samsung Galaxy A55 5Gની ખરીદી પર તમને 6 હજાર રૂપિયાનું બેંક કેશબેક મળશે. Samsung Galaxy A35 5Gની ખરીદી પર 5,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં Samsung Galaxy A55 5G પર 6000 રૂપિયાનું અપગ્રેડ બૉનસ આપવામાં આવી રહ્યું છે. Galaxy A35 5G પર 5000 રૂપિયાનું અપગ્રેડ બૉનસ આપવામાં આવી રહ્યું છે. જોકે, ગ્રાહકને આ બેમાંથી માત્ર એક ડિસ્કાઉન્ટનો લાભ મળશે.
આ ખાસ ફિચર્સ સાથે આવે છે ફોન
જો આપણે આ સેમસંગ સ્માર્ટફોનના ફિચર્સ વિશે વાત કરીએ તો Samsung Galaxy A55 5G અને Samsung Galaxy A35 5Gમાં ગૉરિલ્લા ગ્લાસ Victus+ સાથે AI કેમેરા ફિચર્સ છે. આ ઉપરાંત તેમાં સેમસંગ નૉક્સ વૉલ્ટ, ચાર OS અપગ્રેડ અને પાંચ વર્ષના સુરક્ષા અપડેટ્સનો પણ સમાવેશ થાય છે.
સ્પેક્સ
સેમસંગના આ બંને સ્માર્ટફોનમાં કંપનીએ 6.6 ઇંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે 120 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. જ્યારે Galaxy A55માં ઇન-હાઉસ Exynos 1480 પ્રોસેસર છે. આ ફોન 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે.
બીજીતરફ, Galaxy A35 માં કંપનીએ ઇન-હાઉસ Exynos 1380 પ્રૉસેસરનો સપોર્ટ આપ્યો છે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સ્ટૉરેજ સાથે માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
કેમેરા સેટઅપ
Samsung Galaxy A55માં 50MP પ્રાથમિક કેમેરા સાથે 12MP અલ્ટ્રા-વાઇડ અને 2MP મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા છે.
બીજીતરફ, સેમસંગ ગેલેક્સી A35 પાસે 50MP OIS પ્રાથમિક કેમેરા સાથે 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP કેમેરા છે. કંપનીએ આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 13MP ફ્રન્ટ કેમેરા આપ્યો છે.
આ પણ વાંચો
Airtel ની ખાસ ઓફર, આ રાજ્યોના લોકોને ફ્રીમાં મળશે 1.5GB ડેટા અને અનલિમીટેડ કૉલિંગ