Soon Launch News: Appleના CEO ટિમ કૂકે iPhone ખરીદનારાઓને મોટી ખુશખબર આપી છે. એપલે તાજેતરમાં ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં ભારતમાંથી 6 અબજ iPhonesની નિકાસ કરી છે. હવે કંપનીનો આગામી ટાર્ગેટ ભારતમાંથી 10 બિલિયન iPhone ની નિકાસ કરવાનો છે. કંપનીએ જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં $94.9 બિલિયનની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતાં 6 ટકા વધુ છે.
Apple એ ચાર નવા સ્ટૉર્સ ખોલવાનું કર્યુ એલાન
એપલે ગયા વર્ષે ભારતમાં બે રિટેલ સ્ટૉર ખોલ્યા હતા. આ સ્ટૉર્સ BKC મુંબઈ અને સાકેત દિલ્હીમાં ખોલવામાં આવ્યા હતા. હવે Apple ભારતમાં ચાર નવા સ્ટૉર ખોલવા જઈ રહી છે. જેમાં પુણે, બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને મુંબઈનો સમાવેશ થાય છે. આ જાણકારી કંપનીના સીઈઓ ટિમ કૂકે આપી છે. ટિમ કૂકે કહ્યું છે કે અમે ભારતમાં 4 નવા સ્ટૉર ખોલવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગીએ છીએ અને ટેક્નોલોજીની મદદથી અમારા માટે તે કરવું ખૂબ જ સરળ બની જશે. તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે શિક્ષકો વિદ્યાર્થીઓને આ સમજાવે અને તેઓ પોતે આ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતમાં મેન્યૂફેક્ચરિંગ વધારવા પર ભાર
કંપની ભારતમાં તેનું મેન્યૂફેક્ચરિંગ વધારવા પર ભાર આપી રહી છે. એપલે ભારતમાં તેના મેન્યૂફેક્ચરિંગ યૂનિટની સંખ્યામાં વધારો કર્યો છે. ફૉક્સકૉન ભારતમાં ઘણા વર્ષોથી iPhones એસેમ્બલ કરી રહી છે. વળી, પેગાટ્રોન કોર્પોરેશન અને ટાટા ઈલેક્ટ્રૉનિક્સે પણ એપલના આઈફોનની એસેમ્બલી શરૂ કરી દીધી છે. હાલમાં ફૉક્સકૉન ભારતમાં iPhoneની સૌથી મોટી સપ્લાયર છે. તે જ સમયે, ટાટા ગ્રૂપના ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન એકમે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કર્ણાટકમાં $1.7 બિલિયનના આઇફોનની નિકાસ કરી છે.
આ પણ વાંચો
BSNLએ તહેલકો મચાવ્યો, 400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન