SpaceX Unveils back-pack sized Starlink Mini: એલન મસ્કની કંપની SpaceX એ Starlink Mini લૉન્ચ કરી છે. સ્ટારલિન્ક મિનીએ સેટેલાઇટ ઇન્ટરનેટ એન્ટેના છે, જેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. સ્ટારલિન્ક તમારા બેકપેક જેટલી નાની છે, જેનો અર્થ છે કે તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને સુપર ફાસ્ટ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.


સ્ટારલિન્ક મિનીના આગમન પછી તમારે કોઈપણ મોબાઈલ નેટવર્ક પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. તેની મદદથી તમે તરત જ તમારા ઉપકરણને હાઇ સ્પીડ ઇન્ટરનેટથી કનેક્ટ કરી શકો છો. સ્પેસએક્સના સ્ટારલિંક એન્જિનિયરિંગના વીપી માઈકલ નિકોલે કંપનીના આ નવા લૉન્ચ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વાઇફાઇ ઇન્ટિગ્રેટેડ સ્ટારલિન્ક મિનીનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે.


શું છે કિંમત અને વજન ?
Starlink Mini Kit ની કિંમત 599 US ડોલર (લગભગ 50 હજાર ભારતીય રૂપિયા) છે. માત્ર હાલના ગ્રાહકો જ Starlink Mini Kit ખરીદી શકે છે, જો કે હજુ સુધી આ માટે કોઈ અલગ પ્લાન નથી. આ પોર્ટેબલ સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રમાણભૂત એન્ટેના ડીશ ઈન્ટરનેટ કરતાં $100 મોંઘું છે.


સ્ટારલિન્ક મિનીના વજનની વાત કરીએ તો તે 1.13 કિલો છે. આ સાથે તેની સ્પીડ 100 Mbps છે જે 23 ms ની લેટન્સી સાથે આવે છે.






મળતી માહિતી મુજબ, સ્ટારલિન્ક મિની ડીશ આવતા મહિને રજૂ કરવામાં આવી શકે છે. સ્ટારલિંક ગ્રાહકોને મિની રોમ સેવાનો સમાવેશ કરવાનો વિકલ્પ પણ મળશે. આમાં 50 જીબી ડેટાની લિમિટ છે. જો ગ્રાહકો બંને સેવાઓનો ઉપયોગ કરે છે તો તેમણે 150 યુએસ ડોલર ચૂકવવા પડશે.