નવી દિલ્હીઃ સાઉથ કોરિયન કંપની Samsung પોતાનો નવો સ્માર્ટફોન આ મહિનાના અંત સુધીમાં લૉન્ચ કરી શકે છે. ઇ-કોમર્સ વેબસાઇટ પરથી અપકમિંગ સ્માર્ટફોનની જાણકારી મળી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનને 29 સપ્ટેમબરે ભારતમાં લૉન્ચ કરવામા આવશે, જોકે, આ તારીખ અધિકારીક નથીં. પરંતુ સંભાવના છે કે આ ફોન આ ડેટે એન્ટ્રી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો Samsung Galaxy Wide5ને કંપની ભારતમાં Galaxy F42ના નામથી લઇને આવી રહી છે.  


સંભવિત સ્પેશિફિકેશન્સ-
Samsung Galaxy F42 સ્માર્ટફોનમાં 6.6 ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં પરફોર્મન્સ માટે MediaTek Dimensity 700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. 


કેમેરા- 
Samsung Galaxy F42 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. સાથે જ 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. 


5000mAhની છે બેટરી- 
Samsung Galaxy F42 સ્માર્ટફોનમાં પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યૂરિટી માટે આમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રેન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી માટે આમાં 5G, 4G LTE, ડ્યૂબ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ ટાઇપ સી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ઇ-કોમર્સ વેબસાઇટ પરથી અપકમિંગ સ્માર્ટફોનની જાણકારી મળી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનને 29 સપ્ટેમબરે ભારતમાં લૉન્ચ કરવામા આવશે, જોકે, આ તારીખ અધિકારીક નથીં.