Samsung: એપલના હેન્ડસેટ દુનિયાભરમાં લોકપ્રિય છે, આનું કારણે તેના ખાસ ફિચર્સ છે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સેમસંગ કંપની પોતાના સ્માર્ટફોનમાં એપલના કેટલાક ખાસ ફિચર્સને લઇને આવી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં જાણકાર આપવામાં આવી છે કે, સેમસંગ કંપની પોતાની અપકમિંગ સેમસંગ ગેલેક્સી એસ23 સીરીઝ એપલનું એક ખાસ ફિચર આપવાની છે. આ ફિચરનુ નામ છે સેટેલાઇટ કૉમ્યુનિકેશન (Satellite Communication). આ ફિચર દ્વારા યૂઝર વિના નેટવર્ક વાળા ક્ષેત્રામાં પણ ઇમર્જન્સી કૉલ કરી શકશે. જાણો આ ફિચર્સ વિશે.......
તાજેતરમાં જ Samsung Galaxy S23 Ultra TENAA પર લિસ્ટ થયો છે, જેનાથી 2023ના ફ્લેગશિફ વિશે જાણકારી સામે આવી છે, આ સેમસંગ ગેલેક્સી S23 મૉડલ થોડાક અઠવાડિયા પહેલા FCC સર્ટિફિકેશનમાં જોવામા આવ્યો હતો. આ ફોન આ વર્ષની શરૂઆતથી ગેલેક્સી S22 મૉડલના ઉત્તરાધિકારી તરીકે આવશે, TENAA લિસ્ટિંગ અનુસાર, સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રાનુ માપ 163.4 x 78.1 x 8.9 મિની અને વજન 233 ગ્રામ છે, જે હાલના ગેલેક્સી S22 અલ્ટ્રાના જેવો જ છે. એવુ લાગે છે કે આ ફોનમા ડિઝાઇનમાં કોઇ મોટો ફેરફાર નથી કરવામા આવ્યો.
યૂનિક સેટેલાઇટ કૉમ્યૂનિકેશન ફિચર્સ -
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સમાં જાણકારી આપવામાં આવી છે કે, દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ પોતાની અપકમિંગ સેમસંગ ગેલેક્સી S23 સીરીઝમાં આઇફોન 14 સીરીઝનુ Unique Satellite Communication (યૂનિક સેટેલાઇટ કૉમ્યૂનિકેશન) ફિચર આપવા જઇ રહી છે, ખબર છે કે, સેમસંગ કંપનીએ આ ખાસ ફિચર માટે Iridium Communicationsની સાથે પાર્ટનરશીપ કરી છે. ઇરીડિયમ કૉમ્યૂનિકેશન કંપની 66 low-orbit સેટેલાઇટના વૉઇસ કૉલિંગ અને ડેટા કૉમ્યૂનિકેશન સર્વિસ પ્રૉવાઇડ કરે છે.
આ કંપની કરી રહી છે સેટેલાઇટ કૉમ્યૂનિકેશનનો ઉપયોગ -
બીજીબાજુ એપલ કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી માટે ગ્લૉબલ સ્ટાર કંપનીની સાથે કામ કરી રહી છે. એપલ અને સેમસંગથી અલગ કેટલાક સમય પહેલા ચીની કંપની Huawei પણ આ ફિચર પર કામ કરી ચૂકી છે. ચીની કંપનીએ પોતાના લેટેસ્ટ Mate 50 અને Mate 50 Pro સ્માર્ટફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ફિચર આપ્યુ છે. હ્યૂવાવેએ આ ફિચર માટે Beidou સેટેલાઇટ ઉપયોગ કર્યો હતો.