નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ બજારમાં કંપનીઓ પોતાના કસ્ટમર્સ માટે રોજ નવા નવા પ્લાન્સ લઇને આવી રહી છે. જેમાં એક દિવસની અંદર સારામાં સારો ડેટા યૂઝ કરવા આપી રહી છે. જો તેમ બેસ્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોય તો અહીં ત્રણેય મોટી કંપનીઓના 56 દિવસના બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. આ દરેક પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.



જિઓનો પ્લાન....
જિઓના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિયોનો આ પ્લાન 399 રૂપિયાનો છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત કલિંગ માટે 2,000 નૉન જિયો મળે છે. જ્યારે જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.



વૉડાફોનનો પ્લાન...
વૉડાફોનના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. 56 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં કંપની 399 રૂપિયામાં પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપે છે. ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરોજના 100 એસએમએસ કરવાની સુવિધા પણ છે.



એરટેલનો પ્લાન....
એરટેલના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. એરટેલના આ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત આમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરવાની સુવિધા મળે છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે.

એરટેલ, વૉડાફોન, અને જિઓના પ્લાનની કિંમત એકસરખી જ છે. જો તમે 56 દિવસનુ રિચાર્જ પ્લાન ખરીદવા માંગતા હોય તો આ પ્લાન બેસ્ટ સાબિત થઇ શકે છે.