નવી દિલ્લીઃ દિલ્લીમાંથી ઝડપાયેલા સીરિયલ કિલર ડૉ. દેવેન્દ્ર શર્માએ 100 કરતાં વધારે લોકોની હત્યા કરી હોવાની શક્યતા છે. ડો. શર્માએ પોતે કબૂલ્યું છે કે, તેણે 50 લોકોની હત્યા પછી હત્યાની ગણતરી કરવાનું છોડી દીધું હતું. ડો. દેવેન્દ્ર હત્યા કર્યા પછી લાશને ઉત્તર પ્રદેશની એક નહેરમાં રહેલા મગરને ખવડાવી દેતો હતો તેથી તેના પુરાવા જ નહોતા મળતા.
સિરિયલ કિલર દેવેન્દ્ર શર્મા થોડા સમય પહેલાં દિલ્લીથી પકડાયો હતો. શર્મા કિડની કાઢવા માટે હત્યાના કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર બહાર આવ્યો હતો. શર્માએ 20 દિવસ પછી જેલમાં જવાનું હતું પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસના હાથે મહામહેનતે પકડાતા તેનાં પાપ બહાર આવી રહ્યાં છે.
શર્માએ કહ્યું કે, મોટાભાગની લાશો તેણે ઉત્તર પ્રદેશના કાસગંજની હજારા નહેરમાં ફેંકી દીધા હતા. આ નહેરમાં મોટી સંખ્યામાં મગર રહે છે.
શર્માએ 1984માં બીએએમએસ થયા પછી રાજસ્થાનમાં ક્લિનીક શરૂ કર્યું હતું. 1994માં ગેસ એજન્સી માટે એક કંપનીમાં 11 લાખનું રોકાણ કર્યું પરંતુ કંપની અચાનક ગાયબ થઈ ગઈ. આ નુકસાન પછી તેણે 1995માં નકલી ગેસ એજન્સી ખોલી હતી અને પછી ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. પછી તે મેડિકલ પ્રેક્ટિસની સાથે સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ અને નકલી ગેસ એજન્સી પણ ચલાવવા માંડ્યો હતો.
શર્મા ચોરીના વાહન ખરીદીને પણ વેચતો હતો. પોતાની નકલી ગેસ એજન્સી માટે સિલિન્ડર જોઈએ ત્યારે ગેસ ડિલિવરી કરનારી ટ્રકને લૂંટી લેતો હતો અને તેના ડ્રાઈવરને મારી નાંખતો હતો. એવી જ રીતે ટેક્સી ડ્રાઈવરને પણ તે મારી નાંખતો હતો. દિલ્હીથી યુપી જવા માટે તેની ગેંગના લોકો ટેક્સી બુક કરાવીને લૂંટી લેતા હતા.
આ સીરિયલ કિલર ડોક્ટરે 100થી વધુ લોકોને ઉતાર્યા મોતને ઘાટ, લાશનો નિકાલ કરવાની રીત જાણીને હબકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2020 11:59 AM (IST)
સિરિયલ કિલર ડોક્ટર થોડા સમય પહેલાં દિલ્લીથી પકડાયો હતો. ડોક્ટર કિડની કાઢવા માટે હત્યાના કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર બહાર આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -