Virat Kohli Instagram Post: ક્રિકેટર વિરાટ કોહલીની લોકપ્રિયતા કોઈનાથી અજાણ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 271 મિલિયન ફોલોઅર્સ છે જે એક ખૂબ મોટી વાત છે કારણકે તે સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા દુનિયાના લોકોમાં 15માં સ્થાને આવે છે. વિરાટ કોહલી ફરી એકવાર સમાચારમાં છે કારણ કે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. કોહલી પ્રથમ ભારતીય બની ગયો છે જેની પોસ્ટને સૌથી વધુ લાઈક્સ મળી છે. આ પહેલા આ રેકોર્ડ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે હતો.
કોહલીએ વર્લ્ડ કપ સેલિબ્રેશનને લઈને એક પોસ્ટ શેર કરી હતી
વાસ્તવમાં, T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા પછી, વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેણે ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ પોસ્ટમાં વિરાટ કોહલીએ ટીમની જીત પર સેલિબ્રેશન પોસ્ટ કરી હતી. આ પોસ્ટને અત્યાર સુધીમાં 21 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. વિરાટ કોહલી 21 મિલિયન લાઈક્સ મેળવનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
સૌથી વધુ લાઈક્સ મેળવનાર પ્રથમ એશિયન એથ્લેટ બન્યો
આ સાથે કોહલી 21 મિલિયન લાઇક્સ મેળવનાર એશિયાનો પ્રથમ એથ્લેટ પણ બની ગયો છે. જો આપણે માત્ર એશિયનોની વાત કરીએ તો કોહલી આ મામલે બીજા નંબર પર છે. તે જાણીતું છે કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
ફાઈનલ મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન કોહલીએ જાહેરાત કરી હતી કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે. કોહલીએ કહ્યું કે તે તેની કારકિર્દીમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવા માંગતો હતો અને આ છેલ્લી વખત ભારત માટે ટી20 મેચ રમશે. આ સાથે તેણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેથી તેના ફેન્સમાં ઉદાસીનો માહોલ સર્જાયો હતો એવામાં જીત બાદ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેને 21 મિલયનથી વધુ લાઇક્સ મળી અને તેની સાથે કોહલી 21 મિલિયન લાઇક્સ મેળવનાર એશિયાનો પ્રથમ એથ્લેટ પણ બની ગયો છે.