WhatsApp Chat Lock: મેટાએ તાજેતરમાં જ WhatsApp યુઝર્સની ગોપનીયતાને વધુ સારી અને સુદ્રઢ બનાવવા માટે એપ્લિકેશનમાં ચેટ લોક ફીચર ઉમેર્યું છે. તેની મદદથી તમે તમારી સોસી ચેટ્સને લોક કરી શકો છો. ચેટને લોક કરવા માટે તમારે યુઝરની પ્રોફાઇલ પર જવું પડશે અને ચેટ લોક વિકલ્પને ચાલુ કરવો પડશે. આમ કરવાથી ચેટ બીજા ફોલ્ડરમાં મૂવમાં આવે છે. જો તમે પણ વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ 2 બાબતો ચોક્કસથી જાણી લો.


આ 2 બાબતો ધ્યાનમાં રાખો


ચેટ લોક વેબ વર્ઝન પર કામ કરતું નથી


જો તમે વોટ્સએપમાં ચેટ લૉક કરી છે, તો તે WhatsApp વેબ વર્ઝનમાં લૉક રહેશે નહીં. જેનો અર્થ છે કે, કોઈપણ તેને જોઈ શકે છે. જો તમે તમારું એકાઉન્ટ WhatsApp વેબ પર ખોલો છો તો બીજી વ્યક્તિ તમારી ચેટ્સ વાંચી શકે છે.


જો તમે ચેટ લોક ફોલ્ડર ખુલ્લું રાખો છો અને આ વિન્ડો બંધ કરવાનું ભૂલી જાઓ છો, તો આ સ્થિતિમાં પણ કોઈપણ તમારી ચેટ્સ વાંચી શકે છે. જેથી ક્યાંક જતા પહેલા વોટ્સએપ બંધ કરી દો. જેથી કરીને તમારી પ્રાઈવસીમાં ખલેલ ના પડે. હકીકતમાં આ એક પ્રકારની ભૂલ હોઈ શકે છે જેને કંપનીએ આવનારા સમયમાં ઠીક કરવી જોઈએ. પરંતુ આવું ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.


સમસ્યાનો આ છે ઉકેલ


આ સમસ્યાથી બચવા માટે અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ. તમે મેસેજિંગ એપમાં ફિંગરપ્રિન્ટ લોક ફીચર ઓન કરીને આને ઠીક કરી શકો છો. તેનો ફાયદો એ થશે કે ભલે તમારું ચેટ લૉક ફીચર કામ ન કરતું હોય, પરંતુ ફિંગરપ્રિન્ટ લૉકથી કોઈ તમારા મેસેજને વાંચી શકશે નહીં. કારણ કે એપમાં સેકન્ડરી સિક્યુરિટી ફીચર ઉમેરવામાં આવશે. એપને લોક કરવા માટે તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને ત્યાર બાદ સેટિંગ્સમાં જઈને પ્રાઈવસી સેક્શનમાં જઈને ફિંગરપ્રિન્ટ લોક ફીચર ઓન કરવું પડશે.


WhatsApp : શોર્ટ વીડિયો મેસેજને લઈ WhatsAppએ શરૂ કરી ખાસ સુવિધા


દુનિયાના સૌથી મોટા મેસેન્જર વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર છે. આવનારા સમયમાં તમે ટૂંકા વિડિયો મેસેજ મોકલી શકશો. કંપનીએ એક નવા ફીચરની ટ્રાયલ શરૂ કરી છે જે યુઝર્સને શોર્ટ વિડિયો મેસેજ રેકોર્ડ કરીને અન્ય લોકોને મોકલી શકશે. આ એપ પર સંચારની બીજી રીત પ્રદાન કરશે. neowin.netના સમાચાર અનુસાર, નવું ફીચર યુઝર્સને 60 સેકન્ડ સુધીના વિડિયોને રેકોર્ડ કરવા અને અન્ય લોકો સાથે સીધા ચેટમાં શેર કરવાની મંજૂરી આપશે.