Rain Gujarat :ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગે હજું પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. વરસાદના અનુમાને લઇને હવામાન વિભાગે વલસાડ અને નવસારીમાં આજે રેડ એલર્ટ આપ્યું છે. દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.
સુરત, તાપી, ડાંગમાં પણ હજું વધુ વરસાદ પડવાનો અનુમાન છે. આગામી 2 દિવસ નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે
આ જિલ્લામાં રેડ એલર્ટ
વરસાદને લઇને હવામાન વિભાગે નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
4.50થી 8 ઈંચ વરસાદ પડવાના અનુમાન સાથે હવામાન વિભાગે સુરત,તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લામાં યલો એલર્ટ
2.50થી 4.50 ઈંચ વરસાદની આશંકા સાથે 2.50થી 4.50 ઈંચ વરસાદની આશંકા સાથે વડોદરા,નર્મદા,છોટાઉદેપુર,દાહોદ,પંચમહાલ,ભાવનગર,અમરેલી,જૂનાગઢ,ગીર સોમનાથ,રાજકોટ,બોટાદમાં યલો એલર્ટ આપ્યું છે.
સુરતના આ ગામમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા ગામ આખું પાણી પાણી, ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી.
આજે વહેલી સવારથી સુરત જિલ્લામા ભારે વરસાદ પડી પહ્યો છે, જિલ્લાના કેટલાય ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો છે. આ બધાની વચ્ચે માહિતી છે કે સુરતના બારડોલીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.
સવારથી જ સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બારડોલી ઉપરાંત મહુવા, પલસાણા સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં ભારે વરસાદથી બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈ-વે પણ પ્રભાવિત થયો છે,
અહીં રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશન થયા છે, અને વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં ખાબકેલા વરસાદથી અનેક ગામો પાણી પાણી થયા છે, શાળા-કૉલેજોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે, પાણી લોકોના ખેતરોમાં ફરી વળતા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial