iPhone 15 Series Charging Speed: ટેક જાયન્ટ્સ એપલ આગામી મહિને પોતાના નવા ઇનૉવેશનને લૉન્ચ કરી શકે છે, એટલે કે કંપની સપ્ટેમ્બરમાં પોતાના લેટસ્ટ હેન્ડસેટ iPhone 15 સીરીઝને લૉન્ચ કરશે. નવી સીરીઝ આ વખતે કેટલાય ફેરફારો સાથે આવવાની છે. આમાં મુખ્ય લાઈટનિંગ પૉર્ટને બદલે યુએસબી ટાઇપ-સી ચાર્જર મળવાનું છે. દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે કંપની અપકમિંગ iPhone સીરીઝમાં અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જિંગ સ્પીડ આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, Apple iPhone 15 સીરીઝમાં 35W ફાસ્ટ ચાર્જિંગ આપી શકે છે, જે હાલના મૉડલ કરતાં 8 ગણું વધારે છે. હાલમાં iPhone 14 સાથે કંપની 28W ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરે છે.


9to5Google ના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, Apple iPhone 15 સીરીઝના કેટલાક મૉડલ્સમાં 35W ફાસ્ટ ચાર્જિંગ આપી શકે છે. સંભવતઃ: આ પ્રૉ મૉડલ હોઈ શકે છે. ધ્યાન રહે, આ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ માહિતી બહાર આવી નથી. જો કંપની ખરેખર આવું કંઈક કરે છે, તો iPhone 15 સીરીઝ 14 કરતા વધુ ઝડપથી ચાર્જ થશે. હાલમાં iPhone 14 Pro Maxને ફૂલ ચાર્જ થવામાં 2 કલાક જેટલો સમય લાગે છે. તે 28 વૉટની ચાર્જિંગ સ્પીડ ધરાવે છે.




આ કારણથી 35 વૉટના ચાર્જિંગની વાત થઇ શકે છે સાચી - 
iPhone 15 સીરીઝમાં કંપની 35-વૉટનું ચાર્જર આપી શકે છે કારણ કે ગયા વર્ષે Appleએ 35-વૉટનું પાવર એડેપ્ટર બનાવ્યું હતું જે USB-C ચાર્જિંગ ઓફર કરે છે. આ ઉપરાંત Apple દ્વારા MacBook Air માટે 30 વૉટનું ચાર્જર પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આવામાં આગામી સીરીઝમાં વધુ વૉટનું ઝડપી ચાર્જિંગ ઉપલબ્ધ થઈ શકે છે.






યૂએસબી-સી ચાર્જરની તસવીર - 
ફેમસ ટિપસ્ટર મુકલ શર્માએ ટ્વીટર પર Appleની અપકમિંગ iPhone સીરીઝમાં જોવા મળતા USB Type-C ચાર્જરનો ફોટો શેર કર્યો છે. આમાં ચાર્જિંગ કેબલ્સ જુદાજુદા કલરમાં દેખાય છે. તે મૉડેલ અને તેના રંગ અનુસાર બનાવી શકાય છે. ધ્યાન રહે આ માહિતી ટીપસ્ટર દ્વારા ઇન્ટરનેટના આધારે શેર કરવામાં આવી છે. આમાં ફેરફાર પણ થઈ શકે છે. સચોટ માહિતી માટે તમારે વધુ રાહ જોવી જોઈએ.