Telegram Story feature: દુનિયાભરમાં જુદીજુદી સોશ્યલ મીડિયા એપ્સે સ્માર્ટફોન યૂઝર્સ પર દબદબો બનાવી રાખ્યો છે, પછી તે વૉટ્સએપ, યુટ્યૂબ હોય કે ટેલિગ્રામ. ખાસ વાત છે કે, આ એપ્સ પણ પોતાના યૂઝર્સને એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે વધુને વધુ નવા અપડેટ આપતી રહી છે. હવે ટેલિગ્રામે વધુ એક મોટુ અપડેટ આપ્યુ છે. ટેલિગ્રામે ગયા મહિને પ્રીમિયમ યૂઝર્સ માટે સ્ટૉરી ફિચર રિલીઝ કર્યુ હતું. જોકે, કંપની આ ફિચરને લૉન્ચ કરવા માંગતી ના હતી કારણ કે આ ફિચર તમામ સોશ્યલ મીડિયા એપ્સમાં પહેલાથી જ હાજર છે. જોકે યૂઝર્સની માંગ પર કંપનીએ આ ફિચર લૉન્ચ કર્યું હતું. દરમિયાન, સારા સમાચાર એ છે કે હવે આ ફેસિલિટી વૈશ્વિક સ્તરે રૉલઆઉટ કરવામાં આવી છે અને બધા યૂઝર્સ આનો ઍક્સેસ કરી શકે છે, એટલે કે ફ્રી યૂઝર્સ પણ હવે સ્ટૉરી સેટ કરી શકે છે. જોકે હજુ પણ કંપનીએ તેની સ્ટૉરી ફિચર યૂનિક રાખ્યું છે. તમે આ સ્ટૉરીમાં ટેલિગ્રામમાં 6,12,24 અને 48 કલાક માટે સેટ કરી શકો છો. આ કોઈ અન્ય સોશ્યલ એપ્લિકેશન સાથે નથી અને તમે ફક્ત 24 કલાક માટે સ્ટૉરી સેટ કરી શકો છો.
આ ફિચર્સ પણ થયા છે લૉન્ચ -
ડ્યૂઅલ કેમેરા મૉડ: - હવે તમે આગળના અને પાછળના બંને કેમેરામાંથી એકસાથે સ્ટૉરી કેપ્ચર કરી શકો છો. આ ઉપરાંત તમે ટેલિગ્રામની જેમ તમારી સ્ટૉરીમાં લોકેશન, ટેક્સ્ટ, સ્ટિકર્સ, ડ્રૉઇંગ વગેરે પણ કરી શકો છો. ઉપરાંત તમે સ્ટૉરીને ચાર અલગ અલગ રીતે શેર કરી શકો છો. એટલે કે, તમે તમારા પોતાના અનુસાર સ્ટૉરી માટે ગોપનીયતા પસંદ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે દરેકને સ્ટૉરી બતાવી શકો છો. અથવા તમે તેને પસંદ કરેલા લોકો, અથવા શ્રેષ્ઠ મિત્રો અથવા ફક્ત મારા સંપર્કો સુધી મર્યાદિત કરી શકો છો.
સોશ્યલ મીડિયાના ઇતિહાસમાં નથી મળ્યું આવું ફિચર -
ટેલિગ્રામની સ્ટૉરી ફિચરની ખાસ વાત એ છે કે, તમે તેને ગમે ત્યારે એડિટ કરી શકો છો. એટલે કે, તમે સ્ટૉરીની વિઝિબિલિટી, ટેક્સ્ટ, સ્ટિકર્સ, લૉકેશન વગેરે જેવી ઘણી વસ્તુઓ ગમે ત્યારે બદલી શકો છો. આ પહેલા કોઈ પણ સોશ્યલ મીડિયા કંપનીએ યૂઝર્સને આવું ફિચર આપ્યું નથી. આ એક રસપ્રદ ફિચર છે જે લોકોને ચોક્કસ ગમશે.
ટેલિગ્રામનો ઉપયોગ મોટાભાગે લોકો બિઝનેસ અને પ્રૉફેશનલ કામ માટે કરે છે. એપ્લિકેશનમાં ચેનલો દ્વારા હજારો લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે.