WhatsApp Multi Account Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે કંઇકને કંઇક નવું આપતી રહી છે. હવે આ કડીમાં કંપની વધુ એક કામનું ફિચર એડ કરી રહી છે. વૉટ્સએપ મલ્ટી એકાઉન્ટ લૉગિન ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચર અંતર્ગત તમે એક જ એપમાં એકથી વધુ એકાઉન્ટ ઓપન કરી શકશો. એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં જવા માટે તમારે તેને સ્વિચ કરવું પડશે. ઈન્સ્ટાગ્રામમાં મેટા દ્વારા આ પ્રકારનું ફિચર પહેલેથી જ આપવામાં આવ્યું છે. મલ્ટી એકાઉન્ટ લૉગિન ફિચરની રિલીઝ થતાંની સાથે જ તમારે ફોનમાં સમાંતર સ્પેસ એપ્સ રાખવાની જરૂર રહેશે નહીં. આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે.
હાલમાં, આ ફિચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કંપની તેને દરેક માટે રૉલઆઉટ કરશે. જો તમે પણ પહેલા વૉટ્સએપના તમામ નવા ફિચર્સ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે કંપનીના બીટા પ્રૉગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નવું એકાઉન્ટ એડ કરવા માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે અને QR કૉડ બટનની બાજુમાં એરો આઇકૉન પર ટેપ કરવું પડશે. અહીંથી તમે એકાઉન્ટ એડ કરી શકશો. એકવાર એકાઉન્ટ એડ થયા ગયા પછી જ્યાં સુધી તમે તેમાંથી લૉગઆઉટ નહીં કરો, ત્યાં સુધી તે તમારા ઉપકરણ પર લૉગ ઇન રહેશે. એટલે કે જ્યારે તમે એકાઉન્ટ્સ સ્વિચ કરો છો, ત્યારે તમારે વારંવાર લૉગિન કરવાની જરૂર રહેશે નહીં.
આ ફાયદો છે --
આ નવી ફેસિલિટી લોકોને તેમની પર્સનલ ચેટ્સ, કામની વાતચીત અને અન્ય ચેટ્સને એક એપમાં રાખવામાં મદદ કરે છે. નવી સુવિધા તમારી વાતચીતને સૂચનાઓ સાથે અલગ રાખે છે. ઉપરાંત તમારે વિવિધ ઉપકરણો અથવા સમાંતર એપ્સની જરૂર નથી. જે લોકો એક કરતા વધુ એકાઉન્ટ ચલાવે છે તેમના માટે આ ફિચર ખુબ જ કામનું સાબિત થશે.
આ ઉપરાંત વૉટ્સએપ ડઝનબંધ નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. કંપનીનો ઉદ્દેશ્ય સમયની સાથે યૂઝર અનુભવને બહેતર બનાવવાનો છે. ટૂંક સમયમાં કંપની યૂઝરરેમ ફિચરને રૉલઆઉટ કરી શકે છે જે નંબર શેરિંગને ખતમ કરી શકે છે. શક્ય છે કે તમે નંબર વગર વૉટ્સએપમાં એકબીજાને એડ કરી શકો.