WhatsApp Update: વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ એપ એટલી યુઝર ફ્રેન્ડલી છે કે દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. દરમિયાન મેટાએ વોટ્સએપ યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે કોઈપણ મહત્વપૂર્ણ મેસેજને સાચવી શકો છો. નવા ફીચર હેઠળ મોકલનારને ખાસ પાવર મળશે.



આ રીતે કામ કરશે નવું ફીચર

વોટ્સએપે ગયા વર્ષે ડિસપેયરિંગ મેસેજ નામનું ફીચર બહાર પાડ્યું હતું. આ હેઠળ પ્રેષક અથવા પ્રાપ્તકર્તા ચોક્કસ સમય પછી ચેટ્સને કાઢી નાખવા માટે સેટ કરી શકે છે. તેનાથી લોકોની ગોપનીયતા વધુ સારી બને છે. આજે મેટાએ એપ યુઝર્સ માટે કીપ ઇન ચેટ નામનું ફીચર બહાર પાડ્યું છે, જેની મદદથી લોકો મહત્વપૂર્ણ મેસેજને અદ્રશ્ય થતા ચેટથી બચાવી શકે છે. આ ફીચર હેઠળ મોકલનારને એક ખાસ પાવર મળશે. જો સામેની વ્યક્તિ તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજને સેવ કરવા માંગે છે, તો તેના માટે તમને એક નોટિફિકેશન મળશે જેમાં તમારે આ પરવાનગીને વેરિફિકેશન કરવાની રહેશે. પરમિશન આપ્યા બાદ સંદેશ, વૉઇસનોટ વગેરેને ભવિષ્ય માટે રિસીવર સેવ થઈ જાશે. આ ફીચર એટલા માટે લાવવામાં આવ્યું છે કે યુઝર્સ અદૃશ્ય થઈ ગયેલી ચેટની અંદર મહત્વપૂર્ણ મેસેજ સેવ કરી શકે.

આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

ટૂંક સમયમાં જ વોટ્સએપ યુઝર્સને વધુ એક અદ્ભુત ફીચર મળશે જે તેમની પ્રાઈવસીમાં સુધારો કરશે. કંપની 'ચેટ લોક' ફીચર પર કામ કરી રહી છે, જેના હેઠળ યુઝર્સ વ્યક્તિગત ચેટને લોક કરી શકશે. એટલે કે, જો તમે કોઈપણ એક ચેટને બધાથી છુપાવવા માંગતા હો અથવા કોઈ તેને વાંચે તેવું ન ઈચ્છતા હોય, તો તમે નવા ફીચરની રજૂઆત પછી આ કરી શકશો. તમે ચેટને લોક કરવા માટે પાસકોડ, ફિંગરપ્રિન્ટ વગેરેનો ઉપયોગ કરી શકશો.

WhatsApp Updates: વૉટ્સએપ હવે ટેલીગ્રામનું વધુ એક મજેદાર ફિચર કરી રહ્યું છે કૉપી, આ ડિટેલ આવી સામે

WhatsApp : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ સતત ખુદને ડેવલ પર કરવા માટે કામ કરી રહ્યુ છે. કદાચ જ કોઇ અઠવાડિયુ એવુ હશે તેમાં તેને પોતાના કોઇ અપડેટન સમાચાર ના આપ્યા હોય. કંપની સતત એક પછી એક શાનદાર ફિચર્સ લાવી રહી છે. WhatsApp હવે બીજા કેટલાક નવા ફિચર પર કામ કરી રહી છે, આ પછી ચેટમાં એનિમેટેડ ઈમૉજીનો યૂઝ કરી શકાશે. હાલમાં આ ફિચર ટેલીગ્રામમાં અવેલેબલ છે. પહેલી નજરમાં એવુ લાગે છે કે, WhatsApp તેના પ્લેટફોર્મ પર તેના હરીફની તમામ સુવિધાઓ ઉમેરીને તેના પ્લેટફોર્મને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. જાણો વૉટ્સએપના આ નવા ફિચર અંગેના સમાચાર.....

WhatsApp લાવી રહ્યું છે એનિમેટેડ ઈમૉજી ફિચર  -

વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઈટ WABetaInfo અનુસાર, વૉટ્સએપ એક નવા એનિમેટેડ ઈમૉજી ફિચર પર કામ કરી રહ્યું છે. આ નવો રિપોર્ટ બતાવે છે કે આગામી દિવસોમાં આપણને WhatsApp પર ઇન-એપ સ્ટીકરો અને ઇમૉશન્સ માટે વધુમા વધુ ઓપ્શન મળશે. આ ફિચર પહેલાથી જ ટેલીગ્રામમાં ઉપલબ્ધ છે. આવામાં એવુ માની શકાય કે વૉટ્સએપ ટેલીગ્રામની નકલ કરી રહ્યું છે.