Alexa AI Model: એમેઝૉને એલેક્સામાં મોટા ફેરફારની તૈયારી કરી છે. કંપની 2014 માં લૉન્ચ થયા પછી એલેક્સાના સૌથી મોટા અપડેટ તરીકે નેક્સ્ટ-જનરેશન એલેક્સા જનરેટિવ એઆઈ સેવા લૉન્ચ કરવા જઈ રહી છે. 26 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કમાં યોજાનારા એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરવામાં આવશે. આ નવા ફિચરના આગમન પછી એલેક્સામાં શું બદલાવ આવવાનો છે તે અહીં સમજીએ.

Alexa ને રેસમાં પાછળ રહેવાનો ડર વૉઇસ આસિસ્ટન્ટ એલેક્સા 2014 માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચેટજીપીટી, ક્લાઉડી અને જેમિની જેવા જનરેટિવ એઆઈ ઉત્પાદનોના આગમન પછી તે છેલ્લા કેટલાક સમયથી રેસમાં પાછળ રહી ગયું છે. આને ધ્યાનમાં રાખીને એમેઝૉન તેને અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. જનરેટિવ AI સેવાના આગમન સાથે એલેક્સા જટિલ પ્રશ્નોના જવાબ આપી શકશે અને યૂઝર્સ વતી તેમના હસ્તક્ષેપ વિના એજન્ટ તરીકે કાર્ય કરી શકશે. ઉપરાંત, તે ક્રમિક રીતે એકસાથે અનેક પ્રશ્નોના જવાબ આપી શકશે. હાલમાં તે એક સમયે ફક્ત એક જ પ્રશ્નનો જવાબ આપી શકે છે.

આ AI મૉડલની મદદ લેશે અમેઝૉન પોતાના મૉડેલ પર આધાર રાખવાને બદલે એમેઝૉને એન્થ્રૉપિકનું ક્લાઉડ મૉડેલ પસંદ કર્યું છે. વાસ્તવમાં, એમેઝૉન એઆઈના શરૂઆતના વર્ઝનમાં જવાબો આપવામાં વિલંબ થતો હતો, જેના કારણે કંપનીની ઘણી ટીકા થતી હતી.

યૂઝર્સને ચૂકવવા પડશે પૈસા શરૂઆતમાં, એમેઝૉન મર્યાદિત સંખ્યામાં યૂઝર્સ માટે આ સેવા મફત રાખશે, પરંતુ પછીથી તેમની પાસેથી માસિક ધોરણે ફી વસૂલવામાં આવી શકે છે. આ ફી દર મહિને લગભગ 450-850 રૂપિયા હોઈ શકે છે. જો કોઈ આ ફી ચૂકવવા માંગતો નથી, તો તેને એલેક્સાનું જૂનું વર્ઝન મફતમાં ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે એલેક્સાના 10 કરોડથી વધુ સક્રિય યૂઝર્સ છે અને અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ એલેક્સા-સક્ષમ ઉપકરણો વેચાઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, એમેઝૉન માટે તેને અપડેટ કરવું જરૂરી છે.

આ પણ વાંચો

Alert: લાખો લોકોના ફોનમાં ઘૂસ્યો આ નવો વાયરસ, Android-iPhone બન્નેમાંથી થઇ રહી છે ડેટાની ચોરી