China Latest Technology: ચીન પોતાની ટેકનોલૉજી અને નવી નવી શોધો માટે દુનિયાભરમાં જાણીતુ છે. તાજેતરમાં જ એક એવી વસ્તુ બનાવી છે, જેના કારણે એકવાર ફરીથી ડ્રેગનની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. આ વસ્તુ વિશે જાણીને પહેલીવારમાં તો દરેક લોકો ચોંકી રહ્યાં છે.  


ખરેખરમાં, ચીનના કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા થઇને એક એવો કૉટ બનાવ્યો છે, જેને પહેર્યા બાદ માણસ ગાયબ થઇ જાય છે. આ કૉટનુ નામ InvisDefense રાખવામા આવ્યુ છે. આ કૉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનિક પર બનેલો છે. આ કૉટને જ્યારે માણસ પહેરે છે, તો ગાયબ થવા લાગે છે.  


રાત્રે વધુ સારી રીતે કામે કરે છે કૉટ - 
સાઉથ ચાઇના મૉર્નિગ પૉસ્ટના રિપોર્ટ અનુસાર, આ કૉટ સિક્યૂરિટી કેમેરાઓની નજરથી બચાવી શકે છે. આને બનાવનારા સ્ટૂડન્ટ્સનું કહેવુ છે કે, આ કૉટને પહેર્યા બાદ માણસ દેખાતો નથી. એઆઇ વાળા સિક્યૂરિટી કેમેરાની મદદથી પણ આ માણસને પકડી નથી શકાતો. આ કૉટ રાત્રે વધુ સારી રીતે કામ કરે છે. 


ચીની સરકારે ખતરાને ધ્યાનમાં રાખતા લગાવ્યો પ્રતિબંધ - 
જોકે, આ કૉટના ખતરાને ધ્યાનમાં રાખતા ચીની સરકારે પણ આના પર પ્રતિબંધ લગાવી દીધો છે. આના પાછળનુ કારણ સિક્યૂરિટી જ બતાવવામાં આવ્યુ છે. ચીની સરકારે આના પર બેન લગાવતા કહ્યુ હતુ કે, આ કૉટને ટ્રેક કરવો મુશ્કેલ છે. આવામાં આની મદદથી કોઇપણ સંદિગ્ધ સામાનને ક્યાંય પણ લઇ જઇ શકાય છે.