WhatsAppની નવી પ્રાઈવસી પોલિસના વિરોધનો ફાયદો અન્ય મેસેજિંગ એપને મળી રહ્યો છે. ટેલીગ્રામને ગત મહિને 6.3 લોકોએ ડાઉનલોડ કર્યું છે. ત્યારે ટેલીગ્રામ યૂઝર્સ માટે અનેક નવા ફીચર્સ એડ ઓન કર્યા છે.
Telegramની પોતાની એપમાં ઓટો ડિલીટ, હોમ વિજેટ્સ અને ગ્રુપમાં અનલિમિટેડ મેમ્બર્સ એન્ડ કરવા જેવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામે Android અને iOS બંને યુઝર્સ માટે આ સુવિધાઓને અપડેટ કરી દીધી છે.
ઓટો ડિલીટ મેસેજ ફીચર વ્હોટ્સએપના disappearing મેસેજની જેમ છે. હવે ટેલિગ્રામ યૂઝર્સ પણ સેન્ડ કરેલા મેસેજને ખૂબ જ સરળતાથી delete કરી શકશે. તેના માટે યૂઝર્સે ટાઈમર સેટ કરવું પડશે જે 24 કલાક કે 7 કલાક સુધીમાં થઈ શકે છે અને તેને મેસેજ સેન્ડ કરતા પહેલા ઓટો ડિલીટ ઈનેબલ કરવું પડશે. તેના બાદ આપમેળે નક્કી કરેલા સમયે મેસેજ ડિલિટ થઈ જશે.
Telegramમાં બ્રોડકાસ્ટ ગ્રુપ જેવા નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. તેની સાથે Telegramમાં ગ્રુપ એડમિન ઈચ્છે તો એક લિમિટેડ ટાઈમ માટે લોકોને ગ્રુપમાં એડ કરીને લિંક ક્રિએટ કરી શકે છે. તેના માટે નવા યૂઝર્સને ટેલીગ્રામ ગ્રુપમાં સામેલ કરી શકાશે. આ લિંકની એક સમય સીમા રહેશે અને તેના બાદ તે લિંક ઓટોમેટિક ડિલિટ થઈ જશે.
ટેલીગ્રામના Home screen widgetsની મદદથી યૂઝર્સ પોતાના ચેટ બોક્સમાં જલ્દી જ પહોંચી શકશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને માટે ઉપલબ્ધ રહેશે. ટેલીગ્રામે હવે યૂઝર્સના મેસેજ ઈમ્પોર્ટ કરવાના ઓપ્શનને પણ સરળ બનાવી દીધું છે.
WhatsAppને ટક્કર આપવા Telegram લાવ્યું જબરજસ્ત ફિચર્સ, જાણો યુઝર્સને કેવી રીતે થશે ફાયદો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 04:07 PM (IST)
Telegramની પોતાની એપમાં ઓટો ડિલીટ, હોમ વિજેટ્સ અને ગ્રુપમાં અનલિમિટેડ મેમ્બર્સ એન્ડ કરવા જેવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામે Android અને iOS બંને યુઝર્સ માટે આ સુવિધાઓને અપડેટ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -