આટલી હશે કિંમત.....
કિંમતની વાત કરીએ તો Redmi K40 સીરીઝની શરૂઆતી કિંમત 2,999 યુઆન, ભારતીય કરન્સીમાં 33,600 રૂપિયા સુધીની હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં માર્ચમાં લૉન્ચ થયેલા Redmi K30 Proની કિંમત પણ આટલી જ રાખવામાં આવી હતી. રેડમીના 40 સીરીઝના લૉન્ચ ઇવેન્ટની લાઇવ સ્ટ્રીમિંગ ઇન્ડિયન ટાઇમિંગ અનુસાર સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે.
ચીનની માઇક્રોબ્લૉગિંગ સાઇટ Weibo પર પૉસ્ટ કરવામાં આવેલા ટીઝર અનુસાર, રેડમીના 40 સીરીઝમાં 120Hz રિફ્રેશ રેટની સાથે E4 AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આને સેમસંગે ડેવલપ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે આમાં ડૉલ્બી એટમસ સાઉન્ડની સાથે ડ્યૂઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને 4520mAhની બેટરી આપવામાં આવી શકે છે.
Redmi K40 સીરીઝના ફોનના આ હોઇ શકે છે ફિચર્સ....
Xiaomi Redmi K40માં 6.67 ઇંચની એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1440 x 3200 પિક્સલ આપવામાં આવી શકે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. આમાં Qualcomm SM8250-AC Snapdragon 870 5G પ્રૉસેસર હશે. આમાં 6GB રેમ અને 128 GB ની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. Redmi K40 ફોન 5,000 એમએએચ બેટરી હશે. આ ઉપરાંત બીજા ફિચર્સ પણ હોઇ શકે છે...