ફેસબુક ગત વર્ષે નંબર હતું. જો કે, હવે TikTokએ ત્રણ સ્થાનનો લાંબો કૂદકો માર્યો છે. હવે ફેસબુક બીજા નંબરે અને વોટ્સએપ ત્રીજા નંબરે છે.
TikTok આ વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે. મોબાઈલ એપ એનાલિટિક્સ ફર્મ APP Annieની રિપોર્ટ અનુસાર TikTok આ વર્ષે એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ છે. તેના પરથી ચીનની આ મોબાઈલ એપની વિશ્વસ્તરે લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.
ભારતમાં તાજેતરમાં જ TikTok પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારત સરકારનું કહેવું હતું કે, ટિકટોક ભારતની આંતરિક સુરક્ષા માટે ખતરો છે. જો કે વિશ્વમાં ટિકટોકનો ઉપયોગ ખુબજ વધી રહ્યો છે. આ સિવાય App Annie એ સંભાવના વ્યક્ત કરી છે કે, ટિકટોક વર્ષ 2021માં 1 અરબ માસિક સક્રિય યૂઝર્સના આંકડાને પણ પાર કરી શકે છે.