LIC Services On WhatsApp: જો તમે LICની પોલિસી લીધી છે, તો હવે કંપની તમને WhatsApp પર કેટલીક સેવાઓ આપશે. એટલે કે કેટલીક પસંદગીની સેવાઓ માટે તમારે LICની સત્તાવાર વેબસાઇટ અથવા ઓફિસની વારંવાર મુલાકાત લેવાની જરૂર નથી. LIC સાથે 250 મિલિયનથી (25 કરોડ) વધુ લોકો જોડાયેલા છે. ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે, LIC એ WhatsApp સાથે ભાગીદારી કરી છે અને 24*7 ઇન્ટરેક્ટિવ સેવા ચેટબોટ લોન્ચ કરી છે. હવે પોલિસી ધારકો ઘરે બેઠા એલઆઈસી સંબંધિત સેવાઓનો લાભ લઈ શકશે.
ઘરે બેસીને LIC સેવાઓનો લાભ લેવા માટે તમારે 8976862090 પર 'HI' લખીને WhatsApp કરવું પડશે. આ પછી, તમને LIC તરફથી 11 સેવાઓની સૂચિ મોકલવામાં આવશે, જેમાંથી તમારે કોઈપણ એક સેવા પસંદ કરવાની રહેશે. તમે જે પણ સેવા પસંદ કરો છો, તમને તેનો ઉકેલ અથવા તેના વિશેની માહિતી WhatsApp પર મળશે.
આ 11 સેવાઓનો લાભ મળશે
જે પોલિસી ધારકોએ એલઆઈસી પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરાવી છે તેઓ આ સેવાઓ WhatsApp દ્વારા મેળવી શકે છે. જો તમે તમારી પોલિસીને ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટર કરાવ્યું નથી, તો સૌથી પહેલા વેબસાઈટ પર જઈને તેને રજીસ્ટર કરો.
- બોનસ માહિતી
- કેટલું પ્રીમિયમ બાકી છે
- પોલિસીનું સ્ટેટસ
- લોન પાત્રતા
- લોનની ચુકવણી
- લોન બાકી વ્યાજ દર
- પ્રીમિયમ ચૂકવેલ પ્રમાણપત્ર
- યુલિપ સ્ટેટમેન્ટ ઓફ યુનિટ
- એલઆઈસી સેવાઓ
- ઑપ્ટ-ઇન અથવા ઑપ્ટ-આઉટ સેવાઓ
એલઆઈસી દ્વારા રિવાઈવલ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે
LICનું રિવાઈવલ કેમ્પેન 1 ફેબ્રુઆરીથી 24 માર્ચ, 2023 સુધી ચાલશે. આ ઝુંબેશ હેઠળ, તમે સમાપ્ત થયેલ જીવન વીમા પોલિસીને પુનર્જીવિત કરી શકો છો. એલઆઈસીએ આ સંબંધમાં એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં કંપનીએ કહ્યું છે કે 1 લાખ સુધીના પ્રીમિયમ પર લેટ ફીમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 3 લાખ સુધીના પ્રીમિયમ પર પોલિસીધારકને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એ જ રીતે LIC ત્રણ લાખથી વધુના પ્રીમિયમ પર 30% ડિસ્કાઉન્ટ આપી રહી છે.