Cheapest Smartphone: JioPhone Nextનું વેચાણ દિવાળીથી બજારમાં શરૂ થઈ ગયું છે. ઓછી કિંમતમાં વધુ ફીચર્સનાં કારણે આ ફોન સતત ચર્ચામાં રહે છે. તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. Jio એ પ્રગતિ OS પર ચાલતા આ ફોનની કિંમત 6499 રૂપિયા રાખી છે. ઓછી કિંમતના કારણે, લોકોમાં તેના વિશે ખૂબ જ ક્રેઝ છે, પરંતુ આ કિંમતની શ્રેણીમાં અને બજારમાં ઓછી કિંમતે ઘણા વધુ સ્માર્ટફોન છે. અમે તમને આવા જ કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ.



  1. સેમસંગ ગેલેક્સી M01 કોર


Samsung Galaxy M01 Coreમાં 5.3-ઇંચની HD + TFT સ્ક્રીન છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ગો પર ચાલે છે. આમાં તમને MediaTek 6739નું ઓક્ટા કોર પ્રોસેસર મળે છે. આ ફોનમાં 3000mAh બેટરી આપવામાં આવી છે. ફોનની કિંમત 5499 રૂપિયાની આસપાસ છે. તેનો રિયર કેમેરા 8 મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો છે.



  1. Infinix Smart 5A


આ ફોન એન્ડ્રોઇડ 11 (ગો એડિશન) સાથે આવે છે. તેમાં Octa core MediaTek Helio A20 પ્રોસેસર છે. સ્ટોરેજની વાત કરીએ તો ફોન 2GB RAM + 32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફોનની કિંમત 6,999 રૂપિયા છે. તેમાં 8 મેગાપિક્સલનો કેમેરા છે. તેની બેટરી 5000 mAh છે.



  1. નોકિયા C01 પ્લસ


નોકિયાનો આ ફોન એન્ડ્રોઇડ 11 (ગો એડિશન)થી સજ્જ છે. આમાં તમને 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે મળશે. તેની બેટરી ક્ષમતા 3000 mAh છે. ફોનમાં ઓક્ટા કોર Unisoc SC9863a પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની કિંમત 5999 રૂપિયા છે. 2GB RAM + 16GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેનો કેમેરો 5 મેગાપિક્સલનો છે.



  1. Realme C11 2021


જો તમે ઓછી કિંમતની શ્રેણીમાં વધુ સારો ફોન શોધી રહ્યા છો, તો તમે Realme C11 2021 અજમાવી શકો છો. જો કે, તમારે આ માટે JioPhone Next કરતાં 500 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત UI2.0 પર ચાલે છે. ફોનની કિંમત 6999 રૂપિયા છે. ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરા પણ છે. આ ફોન બેટરીના મામલે જબરદસ્ત છે. તેમાં તમને 5000 mAh બેટરી મળશે. ફોન 2GB RAM + 32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે.