BSNLનો 485 રૂપિયાવાળો પ્લાન
BSNL 485 રૂપિયામાં દરરોજ 1.5 જીબી ડેટાની સાથે કુલ 135 જીબી ડેટા આપી રહી છે. ઉપરાંત આ પ્લાન અંતર્ગત તમે દેશમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકો છો. આ પ્લાનની ખાસિયત એ છે કે તેમાં કોઈપણ FUP લિમિટ વગર ફ્રી કોલિંગની સુવિધા મળી રહી છે. એટલું જ નહીં આ પ્લાનમાં તમને દરરોજ 100 મેસેજ ફ્રી મળે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે.
Airtelનો 598 રૂપિયાવાળો પ્લાન
BSNL ઉપરાંત એરટેલ પણ લાંબી વેલિડિટીવાળા પ્લાન પોતાના યૂઝર્સને આપી રહી છે. એરટેલના 598 રૂપિયાના પ્લાન અંતર્ગત 1.5 જીબી ડેટા મળે છે. જો તમે આ ઓફર પસંદ કરો તો તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
Jioનો 555 રૂપિયાવાળો પ્લાન
ઉપરાંત રિલાયન્સ જિઓ પણ 555 રૂપિયામાં દરરોજ 1.5 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મલે છે. સાથે જ તમે દરરોજ 100 એસએમએસ કરી શકો છો. જો તમે આ પ્લાન પસંદ કરો તો તમને જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.