2012માં ઇંગ્લેન્ડને ભારતમાં સીરીઝ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મોન્ટી પાનેસરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “મને નથી લાગતું કે ભારત આ સીરીઝમાં ઇંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરી શકશે. મારા પ્રમાણે ભારત જ આ સીરીઝ જીતશે, પરંતુ ભારતા પક્ષમમાં પરિણામ 2-0 અથવા 2-1થી હશે.”
પાનેસરે પોતાની ભવિષ્યવાણી પાછળનું કારણ આપતા કહ્યું કે, “ઇંગ્લેન્ડની બેટિંગ આ સારીઝમાં તેની નબળાઈ સાબિત થશે. કારણ કે તમે જોઈ શકો છો કે તેના ઓપનિંગ બેટ્સમેન સ્પિનર્સ વિરૂદ્ધ આઉટ થઈ જાય છે. ભારતીય ટીમ તેનો પૂરો લાભ લેશે. ઇંગ્લેન્ડના પણ તમામ બેટ્સમેન જો રૂટની જેમ જ સ્પિન નહીં રમી શકે, માટે ભારત આ સીરીઝમાં ફેવરીટ રહેશે.”
નોંધનીય છે કે, ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ પ્રથમ બે ટેસ્ટ મેચ માટે અનુભવી બેટ્સમેન જોની બેયરસ્ટો અને ઓલરાઉન્ડર સેમ કર્નને પોતાની ટીમમાં સામેલ નથી કર્યા. જોકે, સીલેક્ટર્સના આ નિર્ણયની પૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી છે.
ભારત વિરૂદ્ધ પ્રથમ બે ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ- જો રૂટ ( કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઈન અલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલે, બેન ફોક્સ, ડૈનિયલ લોરેન્સ, જેક લીચ, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન અને ક્રિસ વોક્સ.