નવી દિલ્હીઃ આજકાલ આખી દુનિયામાં સૌથી વધુ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો (WhatsApp) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૉટ્સએપ પોતાના યૂઝર્સની જરૂરિયાત પ્રમાણે નવા ફિચર્સ લઇને આવતુ રહે છે. જેથી યૂઝર્સના ચેટિંગ એક્સપીરિયન્સને વધુ સારો બનાવી શકાય. બહુ જલ્દી હવે વૉટ્સએપમાં ગૃપ કૉલિંગમાં પણ ફેરફાર થવાનો છે. લોકો એ વાતથી પરેશાન રહે છે કે વૉટ્સએપની રિંગટૉનમાં તેમને ગૃપ કૉલ કે સિંગલ કૉલ વિશે જાણી નથી શકાતુ.  


જોકે હવે વૉટ્સએપના નવા ફિચર્સના આવ્યા બાદ સિંગલ કૉલ અને ગૃપ કૉલમાં તમે અંતર જાણી શકશો. જી, હા, તમે વૉટ્સએપ પર ગૃપ કૉલ માટે અલગથી રિંગટૉન સેટ કરી શકો છો. આ ઉપરાંત વૉટ્સએપમાં એવા કેટલાય નવા ફિચર્સ સામેલ થવાના છે, જેને તમે પોતાના ચેટિંગને વધુ મજેદાર બનાવી શકો છો. 


સિંગલ કૉલિંગની રિંગટૉનમાં નથી થયો ફેરફાર....
જો તમને કોઇ સિંગલ કે પર્સનલ કૉલ કરે છે તો તો તમને કોઇ ફેરફાર નહીં દેખાય. જો તમને ગૃપ કરવામાં આવી રહ્યો છો તો યૂઝરને જ્યારે અલગથી રિંગટૉન સંભળાશે. આ અપડેટની સાથે ફોનની રિંગટૉન સાંભળીને ખબર પડી જશે કે આવનારો કૉલ ગૃપ કૉલ છે કે વન ટૂ વન કૉલ છે. 


કૉલિંગ સ્ક્રીન માટે નવુ ઇન્ટરફેસ.....
રિપોર્ટ્સનુ માનીએ તો વૉટ્સએપ હવે કૉલિંગ સ્ક્રીન માટે નવુ ઇન્ટરફેસ રૉલઆઉટ કરી શકે છે. રિપોર્ટ્સમાં કહેવાયુ છે કે આગામી દિવસોમાં કૉલિંગ દરમિયાન દેખાતા તમામ આઇકૉન સ્ક્રીનની નીચે દેખાશે. કૉલ ડિસકનેક્ટ કરવાનુ આઇકૉન સેન્ટરમાં આપ્યુ હશે, તો વળી બીજા આઇકૉન જેવા કે કેમેરા સ્વિચ, મેસેજ, કેમેરા માઇક ઇનેબલ/ડિસેબલ નીચે એક લાઇનમાં દેખાશે.


રિપોટ્સનુ માનીએ તો હજુ આ ફિચર ડેવલપમેન્ટ ફેઝમાં છે, પરંતુ આગામી દિવસોમાં યૂઝર્સને આનો ફાયદો મળી શકે છે. વૉટ્સએપે તાજેતરમાં જ એનિમેશન સ્ટીકર્સ ફિચર પોતાના યૂઝર્સ માટે લઇને આવ્યુ છે. આશા રાખવામાં આવી રહી છે કે જલ્દી યૂઝર્સને આ કામનુ ફિચર પણ મળી જશે.