નવી દિલ્હીઃ ચીની પૉપ્યૂલર સ્માર્ટફોન મેકર કંપની (Chinese Smartphone Maker) ઓપ્પોએ (Oppo) ભારતમાં પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ઓપ્પો એ74 5જી (A74 5G) ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોનના 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 17,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોન ફ્લૂઇડ બ્લેક અને ફેન્ટાસ્ટિક પર્પલ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ ફોનને 26 એપ્રિલે અમેઝોન અને કંપનીના રિટેલ સ્ટૉર્સ પરથી ખરીદી શકાશે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ...... 


આ છે સ્પેશિફિકેશન્સ......
ઓપ્પો એ74 5જી (Oppo A74 5G) સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 480 SoC પ્રૉસેસર વાળો છે. ઓપ્પોના આ ફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. 


શાનદાર છે કેમેરા..... 
Oppo A74 5Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે, બીજો 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને ત્રીજો 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


5,000mAhની છે બેટરી.....
Oppo A74 5Gમાં પાવર માટે 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આમાં વાઇ-ફાઇ, જીપીએસ, બ્લુટૂથ 5.1 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનના 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 17,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોન ફ્લૂઇડ બ્લેક અને ફેન્ટાસ્ટિક પર્પલ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ ફોનને 26 એપ્રિલે અમેઝોન અને કંપનીના રિટેલ સ્ટૉર્સ પરથી ખરીદી શકાશે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ...... 


Samsung Galaxy A32 સાથે થશે ટક્કર.... 
Oppo A74 5Gની ટક્કર લેટેસ્ટ ફોન Samsung Galaxy A32 4G સાથે થશે. આ ફોનમાં પણ 6.4 ઇંચની ઇનફિનિટીવ U FHD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે. આ ઉપરાંત પાવર માટે Samsung Galaxy A32 માં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. ફોનની કિંમત 21,999 રૂપિયા છે.