નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવવાનુ અઆને આડેધડ પોસ્ટ મૂકવાનું પ્રમાણ વધ્યું છે. આ પ્રવુત્તિ કરનારાં લોકોએ હવે સાવચેત રહેવું પડશે કેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ગ્રુપ માટે નવા નિયમો બનાવ્યાં છે. ફેસબુક ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કંપની કાર્યવાહી કરશે અને તેનું ફેસપુબ એકાઉન્ચ બંધ કવા સુધીનાં પગલાં લેવાશે. આ પ્રકારની વાંધાજનક પોસ્ટ મૂકનારના એડમિન અને મોડરેટર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ ગ્રુપમાં અમર્યાદ રીતે વાંધાજનક પોસ્ટ થતી હોવાથી અને તેના કારણે ફેસબુકની પ્રતિષ્ઠાને હાનિ થતી હોવાથી ફેસબુકે આ નિર્ણય કર્યો છે.
ફેસબુકના સત્તાવાર બ્લોગપોસ્ટમાં કહેવાયું છે. કે, ફેસબુક કંપનીએ વાંધાજનક પોસ્ટથી બચવા માટે નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમો પ્રમાણે હાનિકારક કન્ટેન્ટ સામે તુરંત કાર્યવાહી થશે અને ફેસબુક ગ્રુપમાં નફરત ફેલાવતી પોસ્ટ, ફોટો કે વીડિયો શેર કરનારા સામે તેનું ફેસબુક એકાઉન્ટ બ્લોક કરવા સુધીની કાર્યવાહી કરાશે.
જો કોઈ મેમ્બર વારંવાર નિયમ તોડશે તે તેને ફેસબુકમાં લિમિટેડ એક્સેસ જ અપાશે. એટલું જ નહીં, નવા સજેશન્સ મળતાં બંધ થઈ જશે. નફરત ફેલાવતા ગ્રુપને બંધ કરી દેવામાં આવશે.ફેસબુકે નક્કી કરેલી વાંધાજનક પોસ્ટની વ્યાખ્યા પ્રમાણે વાયોલેશન કન્ટેન્ટ પોસ્ટ કરનારની પોસ્ટ અટકાવી દેવાશે. તેની સમય મર્યાદા સાતથી ૩૦ દિવસની રહેશે. જો વારંવાર એવું થશે તો એ યુઝર્સ પર પ્રતિબંધ જ મૂકી દેવાશે. એવા મેમ્બર્સ ગુ્રપમાં નવા મેમ્બર્સને જોડવા સમક્ષ નહીં હોય.
જો કોઈ ગ્રુપમાં બહુ બધા સભ્યો વારંવારની સૂચના પછી પણ નફરત ફેલાવતી પોસ્ટ કરશે તો એના એડમિન સામે અને મોડરેટર્સ સામે જ કાર્યવાહી કરાશે. જે ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ જણાશે તેની પાસેથી દરેક પોસ્ટ વખતે ફેસબુક એડમિન અને મોડરેટર્સની પરવાનગી મેળવશે અને એ પછી એડમિન અને મોડરેટર્સ જ તેના માટે જવાબદાર ગણાશે.