ડુંગળી, બટાટા બાદ હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કારણ કે ચાલુ વર્ષે કેરીના પાકમાં જીવાત અને રોગચાળો તથા વાતાવરણમાં સતત પરિવર્તનના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. 

Continues below advertisement


સૌરાષ્ટ્રના સૌથી મોટા બાગાયત વિસ્તાર તરીકે જાણીતા વંથલી વિસ્તારમાં આમ તો વિપુલ માત્રામાં કેરીનું ઉત્પાદન થતું હતું. પરંતું છેલ્લા ચાર વર્ષથી કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે પણ મગીયો અને તડતડીયા નામનો કેરીના પાકમાં રોગ આવ્યો છે. જેના કારણે આંબા પર આવેલા મોર સુકાવા લાગ્યા છે. 


તો જે ફ્લાવરિંગ આવવું જોઈએ તે તો આવ્યું પરંતું તેમાં જે પાક બંધાવવો જોઈએ તે બંધાયો નહીં. જેથી વંથલી પંથકના કેરી પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે મોટુ નુકસાન જાય તેવી ભીતિ છે. વંથલી આસપાસના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી બાગાયત પાકમાં પણ પાક વીમાની માગ કરી રહ્યા છે. પરંતું સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


વંથલી પંથકના ખેડૂતો મોટાભાગે બાગાયત પાક પર નિર્ભર છે. ત્યારે જો આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે. કેરીના સતત ઘટતા ઉત્પાદન વચ્ચે વંથલી પંથકના કેટલાક ખેડૂતો તો અન્ય ખેતી તરફ વળી ગયા છે. જોકે બાગાયત અધિકારીએ તો આ વર્ષે ફ્લાવરિંગ મોડુ આવ્યું હોવાથી પાકમાં નુકસાન કેટલુ જાય તે અંગે એકાદ મહિનાનો સમય વિતી જવાનો દાવો કર્યો છે. 


ગુજરાતના આ શહેરમાં આજથી ટ્યુશન અને કોચિંગ ક્લાસ બંધ, કોરોનાનો રાફડો ફાટતા તંત્ર હરકતમાં


અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો


કોરોના રસી લેનાર ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કોવિશિલ્ડ રસીના બે ડોઝ લીધા હતા