નવી દિલ્હીઃ શોર્ટ વીડિયો એપ દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવનારી એપ ટિકટૉક (TikTok) ફરી એકવાર ભારતમાં વાપસીનુ પ્લાનિંગ કરી રહી છે. કંપની આને ભારતમાં નામ બદલીને પબજીની જેમ રિલૉન્ચ કરવા માંગે છે. કહેવાઇ રહ્યું છે કે આન એક નવા નામ Tick Tockની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને Tik Tok સહિત સેંકડો એપ્સ પર પાબંદી લગાવી દેવામાં આવી હતી.
ટ્રેડમાર્ક કર્યો એપ્લાય-
Tik Tokની ભારતમાં વાપસીની ખબરોને હવા એટલા માટે મળી કેમકે આની પેટન્ટ કંપની બાઇટ ડાન્સ (ByteDance) એ Controller General of Patents, Designs and Trade Marksમાં નવા ટ્રેડ માર્ક માટે અરજી કરી છે. આ પછી એ માનવામાં આવી રહ્યુ છે કે ટિકટૉક ભારતમાં વાપસી કરી શકે છે. જોકે હજુ કોઇ સત્તાવાર નિવેદન કંપની તરફથી સામે નથી આવ્યુ.
જાણકારી અનુસાર- ByteDance પોતાની એપને ભારતમાં વાપસી માટે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી રહી છે. કંપનીએ કેન્દ્ર સરકારને એ વાતનો પણ વિશ્વાસ આપ્યો છે કે તે નવા આઇટી નિયમોનુ પાલન કરશે. ઉલ્લેખનીય છે કે ByteDanceએ 2019માં પ્રતિબંધ લાગ્યા પહેલાથી જ ભારતમાં પોતાના ચીફ નૉડલ અને ગ્રેવાન્સ ઓફિસર નિયુક્ત કરી દીધા હતા, જે નવા આઇટી નિયમોના જરૂરી દિશા નિર્દેશોમાંના એક છે.
IT નિયમનુ પાલન કરવાનુ આપ્યુ આદેશન
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે PUBGને ભારતમાં પણ બેન કરી દેવામાં આવી હતી પરંતુ આ ગેમની બેટલગ્રાઉન્ડ ઇન્ડિયા મોબાઇલ નામથી ભારતમાં ફરીથી એન્ટ્રી થઇ ગઇ. હવે યૂઝર્સને ઇન્તજાર છે કે પબજીની જેમ ટિકટૉક પણ ભારતમાં ફરી એકવખત યૂઝ કરવામાં આવી શકે. જોવાની વાત એ છે કે ભારત સરકાર હવે ByteDanceની એપ્લિકેશનને લઇને શું રિએક્શન આપે છે. વળી બાઇટ ડાન્સે પોતાની અરજીમાં સરકારને સ્પષ્ટ કરી દીધુ છે કે કંપની ભારતના નવા આઇટી નિયમોનુ કડકથી પાલન કરશે.