Aadhar Card Online Download: આધાર કાર્ડ (Aadhaar Card) અને પેન કાર્ડ (PAN Card) સૌથી જરૂરી દસ્તાવેજો પૈકીના એક છે. સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું હોય, હોસ્પિટલ હોય કે ઓફિસ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ UIDAI દ્વારા આપવામાં આવેલો 12 ડિજિટનો એક યૂનિક નંબર છે.
આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ (Process of E-Aadhaar Card Download) કરવામાં આવ્યું હોય કે ઓફલાઈન (Offline Aadhaar Card) મળ્યું હોય બંને માન્ય છે. તમે વેરિફિકેશન કરવાની આધારકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરાવી શકો છો.
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Step 1: આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબાસાઇટ https://uidai.gov.in/ પર જાવ.
Step 2: તમે ઈચ્છો તો સીધા જ લિંક https://eaadhaar.uidai.gov.in/ પર પણ જઈ શકો છો.
Step 3: જે બાદ તમારું પૂરું નામ, ઈમેલ આઈડી અને આધાર નંબર આપો.
Step 4: આ પછી તમને આ ઓપ્શન જોવા મળશે. જેમાં આધાર, એનરોલમેંટ ID, વર્ચુઅલ ID દેખાશે.
Step 5: જેમાંથી આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરો.
Step 6: જે બાદ તમારો12 નંબરનો આધાર કાર્ડ નંબર આપો.
Step 7: આ પછી તમારે Verification માટે Captcha કોડ નાંખીને OTP ઓપ્શન પસંદ કરવો પડશે.
Step 8: જે બાદ તમારા મોબાઈલ નંબર પર આવેલો OTP આપીને Submit કરો.
Step 9: આ પછી તમે તમારું E Aadhaar Card ડાઉનલોડ કરી શકશો.
આ પણ વાંચો----
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો