ભારત સહિત દુનિયાભરમાં આ સમયે ઓમિક્રોનનું વેરિયન્ટ સંક્રમણ ગંભીર ચિંતાનું કારણ બની ગયો છે. સંશોધનના તારણ કહે છે કે,. ઓમિક્રોન અત્યાર સુધીનો સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ છે. જે લોકોએ કોરોનાની બંને વેક્સિન લઇ ચૂક્યા છે. તેવા લોકો પણ આ વેરિયન્ટથી સુરક્ષિત નથી. જો કે વેક્સિન મોતના જોખમને ચોક્કસ ઓછું કરે છે, તેથી નિષ્ણાત ડોક્ટર્સ વેક્સિન લેવા માટે અનુરોધ કરે છે.
તાજેતરનો અહેવાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે રસી તમારા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું છે કે મુંબઈની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ પર દાખલ કરાયેલા લગભગ 96 ટકા કોરોના સંક્રમિત લોકો એવા છે જેમને રસી આપવામાં આવી નથી.
શું છે સ્વાસ્થ્ય નિષ્ણાતનો મત
ઇન્ટેસિવ કેરના વરિષ્ઠ ચિકિત્સક ડોક્ટર વિવેક સહાયે જણાવ્યું કે, જે લોકોએ વેક્સિન લઇ લીધી છે તેવા લોકોને પણ ઓમિક્રોન સંક્રમિત કરી રહયો છે. જો કે વેક્સિનેટ લોકોના કિસ્સામાં હોસ્પટલાં દાખલ થવાની શક્યતા નહિવત છે. જો કે જે લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યુ છે તેને પણ સાવધાની પગલામાં કોઇ પ્રકારની બાંધછોડ ન કરવી જોઇએ.
વેક્સિન કેવી રીતે કામ કરે છે
સ્વાસ્થ્ય એક્સ્પર્ટના મતે રસી ભવિષ્યમાં કોઇ વાયરસના સંપર્કમાં આવતાં પ્રતિરક્ષા પ્રણાલીને સક્રિય કરે છે કોરોના પહેલા અનેક રોગોની રસી અપાઇ છે. વેક્સિનેટ લોકોને બીમારી નથી થતી એવું નથી પરંતુ તે ગંભીર સ્વરૂપ ધારણ નથી કરતું.
ઓમિક્રોન વેરિન્યટ પર વેક્સિનની અસર
ઓમિક્રોન વેરિન્ટ બાદ તેના પર થતી વેક્સિની અસરથી કહી શકાય કે. ઓમિક્રોનમાં વેક્સિન વધુ અસરકારક નથી., રસી ઓમિકોનનું સંક્રમણ રોકવા માટે 30થી 40 ટકા અસરકારક છે. જો કે સારી વાત એ છે કે,આ વેક્સિન ગંભીર બીમાર થતાં રોકવા માટે 70-80 ટકા કારગર છે. વેક્સિનેટ લોકોને ઓમિક્રોન થતાં હોસ્પિટલાઇઝડ થવાની જરૂર પડતી નથી. તેમાં ગંભીર લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં જ રહીને ડોક્ટરના માર્ગદર્શન હેઙળ દવા લઇને સાજા થઇ શકે છે.